શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2016 (10:40 IST)

આઝાદ હિંદ ફોજનો ખજાનો લૂંટનારને નેહરુએ ઈનામ આપ્યુ હતુ ?

નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્‍દ ફોજના ખજાનાને લુંટવામાં આવ્‍યો હતો. લાંબા સમયથી થઇ રહેલો આ દાવો નેતાજી સાથે જોડાયેલી ફાઇલો થકી સાચો સાબીત થઇ રહ્યો છે. હાલમાં જ જાહેર થયેલી ફાઇલો જણાવે છે કે, ખજાનો લુંટાવાની વાત નહેરૂ સરકારને જાણમાં હતી. 1951 થી 1955 વચ્‍ચે ટોકીયો અને નવી દિલ્‍હી વચ્‍ચે આ અંગે પત્ર વ્‍યવહાર પણ થયો હતો. નહેરૂએ જ ખજાનો લુંટનાર આરોપી ઓફિસરને ઇનામ આપ્‍યુ હતુ અને તેને પબ્‍લીસીટી એડવાઇઝર બનાવ્‍યો હતો.
 
   ફાઇલમાં જણાવાયુ છે કે, નેતાજી અને તેમના સહયોગી રાસબિહારી બોઝ દ્વારા બનાવવામાં આવેલ ભારતીય રાષ્‍ટ્રીય સેનાના ખજાનાને લુંટવામાં આવ્‍યો હતો. ફાઇલો અનુસાર આ મામલામાં સરકારી અધિકારીઓએ નેતાજીના બે સાથીઓ ઉપર શંકા વ્‍યકત કરી હતી. નહેરૂ સરકારે આ મામલામાં પુછપરછ કરવાને બદલે આ બંનેમાંથી એક કર્મચારીને પોતાની સરકારમાં પાંચ વર્ષ માટે પબ્‍લીસીટી એડવાઇઝર તરીકે નિમણુંક આપી હતી.
 
   અનુમાન લગાવવામાં આવ્‍યુ છે કે, નેતાજીના આ ખજાનાની કિંમત એ સમયે લગભગ 7 લાખ ડોલર હતી. લેખક અનુજ ધરે પોતાના પુસ્‍તક દ્વારા  આ ખજાનાના કૌભાંડનો ખુલાસો કર્યો હતો. તેમણે બોઝના બે સાથીદારો પ્રોપેગેન્‍ડા મંત્રી અય્‍યર અને ઇન્‍ડિયન ઇન્‍ડીપેન્‍ડન્‍સ લીગના ટોકીયો હેડ રામમુર્તી શંકા વ્‍યકત કરી હતી. મીડીયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્‍યો છે કે, ડિપ્‍લોમેટસ દ્વારા આપવામાં આવેલી માહિતીને નહેરૂએ નજર અંદાજ કરી દીધી હતી. 1952માં નહેરૂએ એવુ એલાન પણ કર્યુ હતુ કે, તાઇવાનમાં એક વિમાન અકસ્‍માતમાં નેતાજીનું મોત થયુ છે. 1953માં નહેરૂએ ખજાનો લુંટવાના આરોપી અય્‍યરને પાંચ વર્ષ માટે પબ્‍લીસીટી સલાહકાર બનાવ્‍યા હતા.
 
   ડી કલાસીફાઇડ થયા બાદ નેશનલ આર્કાઇવ્‍સમાં મુકવામાં આવેલી ફાઇલો જણાવે છે કે, નહેરૂ સરકારે 1947 થી 1968 સુધી નેતાજીના પરિવારની જાસુસી પણ કરાવી હતી.
 
   રિપોર્ટ મુજબ નેતાજીનો ખજાનો પોતાના વજનથી પણ વધુ હતો. રેકોર્ડ અનુસાર નેતાજી 80  કિલો સોનાના ઘરેણા લઇને મુસાફરી કરતા હતા. 1945માં તેની કિંમત 1 કરોડ રૂપિયા હતી.