ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 17 ડિસેમ્બર 2014 (16:43 IST)

સિડની જેવો હુમલો રોકવો હોય તો સૌને હિન્દુ બનાવો - નીલેશ રાણે

મુંબઈ કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ નીલેશ રાણેએ એક વિવાદિત નિવેદન પછી ધર્માતરણ મુદ્દા પર રાજકારણ ગરમાય રહ્યુ છે. માહિતી મુજબ સિડની ઘટનાના બીજા દિવસે નીલેશ રાણેએ ટ્વીટ કર્યુ કે સિડની જેવી ઘટનાઓ લગભગ દરેક જગ્યાએ થઈ રહી છે. સિડનીમાં કેફેની અંદર લોકોને બંધક બનાવવા જેવી ઘટનાઓને રોકવા માટે ભારતે વધુથી વધુ લોકોને હિન્દુ બનાવવા પર જોર આપવુ જોઈએ. 
 
સૂત્રોના મુજબ નીલેશ રાણે એ પોતાના ટ્વીટનો બચાવ કરતા કહ્યુ કે જો બધા હિન્દુ એકજૂટ રહેશે તો તે આવી ઘટનાઓને રોકી શકે છે. એવુ માનવા માટે મારે કોંગ્રેસ કે બીજેપીનો ભાગ બનવાની જરૂર નથી. નીલેશ રાણે એ કહ્યુ કે છેલ્લા કેટલાક દિવસોથી યુપીમાં જે કંઈ પણ થઈ રહ્યુ છે તેમા કશુ જ ખોટુ નથી. ઉલ્લેખનીય છે કે નીલેશ રાણે કોંગ્રેસના દિગ્ગજ નેતા નારાયણ રાણેના પુત્ર છે.