ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નાગપુર , મંગળવાર, 5 મે 2015 (10:56 IST)

છોડની સિંચાઈ માટે પેશાબનો ઉપયોગ કરે છે ગડકરી

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ સોમવારે એક એવી બાગકામ ટિપ્સ લોકોને બતાવી જેને સાંભળીને સૌ ચોંકી ગયા.  ઉલ્લેખનીય છે કે નિતિન ગડકરીએ છોડની સારી દેખરેખ માટે તેમને પાણીને બદલે પેશાબ દ્વારા સિંચવાની વાત કહી. ગડકરી દ્વારા આ ટિપ આપ્યા પછી તેઓ સોશિયલ મીડિયા પર હિટ થઈ ગયા છે અને લોકો આને લઈને ખૂબ મજાક બનાવી રહ્યા છે. 
 
ગડકરીએ સોમવારે નાગપુરમાં ભાજપા દ્વારા આયોજીત કાર્યકમમાં દુકાળથી પ્રભાવિત લોકોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યુ કે તેઓ પોતાના દિલ્હી રહેઠાણમાં છોડની સિંચાઈ માટે પેશાબનો ઉપયોગ કરે છે અને તેઓ આ થેરેપીનો ઉપયોગ લાંબા સમયથી કરી રહ્યા છે. 
 
એક અંગ્રેજી છાપામાં છપાયેલ સમાચાર મુજબ નાગપુરમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે હુ રોજ લગભગ 50 લીટર પેશાબ એકત્ર કરુ છુ અને પછી તેનો ઉપયોગ મારા દિલ્હી રહેઠાણમાં લાગેલ છોડની સિંચાઈ માટે કરવામાં આવે છે. 
 
ગડકરીએ કહ્યુ કે મને એ બતાવતા થોડુ વિચિત્ર લાગી રહ્યુ છે પણ હુ તેના વિશે તમને બતાવવા માંગુ છુ કે મે તેનો પ્રયોગ કર્યો છે.  મે મારા દિલ્હી રહેઠાણ પર કેટલાક છોડ પર પેશાબ નાખ્યો હતો અને તે અન્ય છોડની તુલનામાં દોઢ ગણા વધુ મોટા થઈ ગયા હતા. 
 
ગડકરીનુ કહેવુ છે કે આ પેશાબ ચિકિત્સા વિધિ ખૂબ કારગર છે અને સાધારણ પાણીના મુકાબલે છોડને વધુ સ્વસ્થ બનાવે છે. 
 
બીજી બાજુ વૈજ્ઞાનિક કારણ બતાવતા નિતિન ગડકરીએ કહ્યુ કે પેશાબમાં પ્રચુર માત્રામાં યૂરિયા અને નાઈટ્રોજન હોય છે અને તે છોડ માટે પોષણનું કામ કરે છે.  કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે ટૂંક સમયમાં જ પેશાબ સસ્તા ઉર્વરકના રૂપમાં સામે આવી શકે છે.