શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , શુક્રવાર, 28 ઑગસ્ટ 2015 (11:42 IST)

ઘર કા ભેદી લંકા ઢાયે - દુશ્મનનો દુશ્મન દોસ્ત, નીતિશ કુમાર અને હાર્દિક પટેલ વચ્ચે દોસ્તીનું ગઠબંધન

ગુજરાતના અમદાવાદમાં મંગળવારે પટેલ સમુહની વિશાળ રેલી કરી રાજ્યની બીજેપી સરકારને અલ્ટીમેટમ આપનારા 21 વર્ષના હાર્દિક પટેલને બિહારમાંથી ઉંચી અવાજમાં સમર્થન મળ્યુ છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આશ્ચર્યજનક રીતે હાર્દિ પટેલ દ્વારા સરકારી નોકરી અને કોલેજની સીટોમાં પટેલ કે પાટીદાર સમુહને અનામત આપવાની માંગનુ સમર્થન કર્યુ છે. 
 
નીતીશ કુમારે બે વર્ષ પહેલા જ બીજેપી સાથે પોતાનો 17 વર્ષ લાંબુ ગઠબંધન ત્યારે ખૂબ કડવાશ થયા પછી તોડી નાખ્યુ હતુ જ્યારે પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવ્યા હતા. નીતીશ કુમાર ત્રીજીવાર રાજ્યના મુખ્યમંત્રીની રેસમાં છે. નીતીશ કુમાર માટે હાર્દિક પટેલ દુશ્મનના દુશ્મનના રૂપમા ઉભરી રહ્યા છે. જેમની સાથે ભવિષ્યમાં મૈત્રી કરી શકાય છે. 
 
હાર્દિક પટેલ ગુજરાતના એક બીજેપી નેતાના પુત્ર છે. જેમની મંગળવારે ધરપકડ કર્યા પછી ગુજરાતના અનેક વિસ્તારોમાં તણાવ ફેલાય ગયો. કોમર્સમાં ગ્રેજ્યુએશન કરનારા હાર્દિક ખુદને એક સામાજીક કાર્યકર્તા બતાવે છે. પણ તેમનુ અભિયાન મોટેભાગે રાજનીતિથી પ્રેરિત છે. હાર્દિકે પોતાના ભાષણમાં સીધે સીધુ ગુજરાત સરકારને લલકારતા કહ્યુ કે જો ગુજરાત સરકાર તેમની માંગો નહી માને તો આવનારા સમયમાં રાજ્યમાં કમળ નહી ખીલે. 
 
નીતીશ-કેજરીવાલ પાસેથી સમર્થન 
 
મંગળવારની રેલીમાં હાર્દિક પટેલે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વખાણ કર્યા હતા. હાર્દિક પટેલે એ પણ કહ્યુ કે જે રીતે અરવિંદ કેજરીવાર અને તેમની આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીને બાજુ પર મુકવામાં સફળતા મેળવી તેનાથી સીખ મળી છે અને તે તેનો પ્રયોગ ગુજરાત માટે પણ કરી શકે છે. 
 
ગુજરાતની મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પટેલ સમુહ દ્વારા અનામત આપવાની આ માંગને નકારી દીધી છે. આનંદીબેન મુજબ ગુજરાત સરકાર સુર્પીમ કોર્ટ દ્વારા નિર્દેશિત 50 ટકા કોટાની સીમા પુર્ણ કરી લીધી છે. 
 
મોદીના ગઢમાં બહારના લોકો પગ પ્રસારવાની પુરી તૈયારી કરી રહ્યા છે. આ માટે તેમને ઘરનો જ કોઈ બાગી કે દુશ્મન જોઈતો હતો જે તેમને કદાચ હાર્દિક પટેલના રૂપમાં મળી ગયો છે. હવે જોવા જેવુ છે કે જે ગુજરાતને એક ગુજરાતીએ મોડલ બનાવીને સમગ્ર દેશને આક્રર્ષિત કર્યુ એ ગુજરાત બહારના લોકોના રાજકારણની માયાજાળમાં અટવાઈને ખુદને કેટલુ આગળ લઈ જાય છે કે પછી એ જ ગુજરાત લોકોની મજાકનું પાત્ર બને છે.