શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 28 જાન્યુઆરી 2015 (10:26 IST)

મોદી પાક્કા ગુજરાતી... ઓબામાને ભારત બોલાવી દેશને આ ફાયદા કરાવ્યા...

ઓબામા તેમની પત્ની મિશેલ સાથે ભારતમાં આવ્યા. ત્રણ દિવસ રહ્યા. ગણતંત્ર દિવસની પરેડમાં હાજર રહ્યા. શાહી ભોજન સમારંભનો આનંદ માણ્યો. વિપક્ષી નેતાઓને મળ્યા. બૌદ્ધિકોને મળ્યા અને છેલ્લે ભારતનો આભાર માની સઉદી અરેબિયા તરફ ચાલી નીકળ્યા. 
 
મહેમાન ગયા એટલે હવે શરૂ થવા લગી ફાયદા અને ખોટની વાતો. ઓબામાની ત્રણ દિવસની સરભરમાં મોદીએ સરકારી ખજાનો ખુલ્લો મુકી દીધો હતો. આ ત્રણ દિવસીય મેગા કાર્યક્રમમાં કેટલો ખર્ચ થયો તે તો પછી ખબર પડશે. પરંતુ હવે સવાલ એ છે કે ઓબામા શુ લઈને ગયા અને ભારતને શુ આપી ગયા. 
 
ઓબામાની ભારત મુલાકાતથી આપણા દેશને શુ ફાયદો થયો ? વાતમાં વજન તો ક હ્હે.. કેમ કે આટલો ખર્ચ કર્યા પછી ફાયદાની આશા તો હોવાની જ. 
 
ઓબામા શુ આપીને ગયા ? 
 
મોદી પાક્કા ગુજરાતી છે. લાભ વિના તેઓ કંઈ પણ નથી કરતા. ઓબામાને ભારત બોલાવવા પાછળ મોદીને રાજકીય લાભ તો થવાનો જ. પણ દેશને ઘણો ફાયદો થશે.  ત્યારે જોઈએ કે ઓબામા પાછળ થયેલા ખર્ચ પછી ભારતને શુ મળ્યુ. 
 
ઓબામા આવ્યા.. 11 ફાયદા લાવ્યા.. 
 
ફાયદા નં 1 - પરમાણુ કરારને લીલીઝંડી 
 
ફાયદા નં 2 - ઓબામાનું સ્માર્ટ સિટી પ્રોજેક્ટને સમર્થન 
 
ફાયદા નં 3 - અજમેર.. અલ્હાબાદ. વિશાખાપટ્ટનમને સ્માર્ટ સિટી બનાવવા અમેરિકાનો સહયોગ મળશે. 
 
ફાયદા નં 4 - સંરક્ષણ મામલે 10 વર્ષનો કરાર 
 
ફાયદા નં 5 - બંને દેશો સંયુક્ત રીતે સુરક્ષા ઉપકરણ બનાવશે 
 
ફાયદા નં 6 - આતંકવાદ સામે બંને દેશો સંયુક્ત રણનીતિ બનાવશે. 
 
ફાયદા નં 7 - આંતરિક રોકણ મામલે બંને દેશ અનુકૂળ સંધિ કરશે 
 
ફાયદા નં 8 - ભારતીય ઉદ્યોગપતિઓની સુરક્ષાનો વાયદો 
 
ફાયદા નં 9 - સૌર અને પવન ઉર્જાના સંયુક્ત સહયોગ વધારશે 
 
ફાયદા નં 10 - ઓબામાએ 400 કરોડ ડોલરના રોકાણની જાહેરાત કરી 
 
ફાયદા નં 11 - હરિત ઉર્જા. એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેંક બનાવાશે અને લધુ-મધ્યમ ઉદ્યોગોનો વિકાસ કરાશે.