ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 27 નવેમ્બર 2015 (13:16 IST)

સાસુને ઑનલાઈન વેચવા માંગતી હતી વહુ, જાહેરાત પણ નાખી દીધી !!

આમ તો સાસુ-વહુની લડાઈ સામાન્ય વાત છે. પણ જ્યારે આ હદો પાર કરે છે તો દુનિયા માટે તમાશો બની જાય છે. આવી જ એક ઘટના મુંબઈમાં જોવા મળી છે. જેની ચર્ચા આંતરરાષ્ટ્રીય સ્તર પર થઈ રહી છે. આ એક નારાજ વહુએ પોતાની સાસુને ઓનલાઈન વેચવા માટે તેની ફોટો ઈંટરનેટ પર અપલોડ કરી દીધી. 
 
ગુસ્સેલ વહુએ આ કામ ફાયડા ડોટ કોમ પર કર્યુ. તેણે શોપિંગ સાઈટ પર મદર ઈન લો ઈન ગુડ કંડીશન (સારી સ્થિતિની સાસુ) નામથી જાહેરાત નાખી હતી. તેણે અહી તેનો ફોટો નાખ્ય્યો છે. અને ખાસિયતમાં ભડાશ કાઢતા તેની ખૂબ આલોચના કરી છે. વહુના મહેણા ચર્ચાનો વિષય બન્યા છે. 
 
જાહેરાત નાખ્યા પછી થોડી જ વારમાં કંપનીએ તેને હટાવી લીધી હતી. જોકે છતા આ મુદ્દો પાકિસ્તાન અને યૂરોપમાં કેટલાક મુખ્ય છાપાઓમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. વહુએ આ જાહેરાતમાં લખ્યુ છે કે 'સાસુનો અવાજ એટલો મીઠો છે કે આસપાસવાળાઓનો જીવ લઈ લે.'
 
આ સાથે જ તેણે કિમંતન સ્થાન પર કશુ નથી લખ્યુ. વેબસાઈટનુ કહેવુ છે કે આ પ્રકારની મજાકિયા જાહેરાતો પર તેમની ખાસ નજર રહે છે. આ જાહેરાત 10 મિનિટ પછી જ હટાવી લીધી હતી. ઉલ્લેખનીય છેકે આઈટી કાયદા હેઠળ આ એક ગુન્હો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.