બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 28 નવેમ્બર 2016 (14:06 IST)

LIVE: નોટબંધી વિરુદ્ધ આક્રોશ માર્ચ, મમતા બોલી - દેશને મોદી જેવા તાનાશાહની જરૂર નથી

- કલકત્તામાં TMCના પ્રદર્શનમાં સામેલ થઈ મમતા બેનર્જી 
નોટબંધી વિરુદ્ધ વિપક્ષે સોમવારે ભારત બંધનુ એલાન કર્યુ છે. પીએમ મોદીએ કાળાનાણા પર લગામ મુકવા માટે 8 નવેમ્બરના રોજ 500 અને 1000 રૂપિયાના નોટ બંધ કરી દીધા હતા. બધા વિપક્ષી દળોએ પીએમ મોદીના નોટબંધીના નિર્ણય વિરુદ્ધ છે અને નિર્ણયને પરત લેવાની માંગ કરી રહી છે. કલકત્તામાં આકોશ માર્ચ દરમિયાન પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીએ કહ્યુ, 'ભારતીય લોકતંત્રમાં મોદી જેવા કોઈ તાનાશાહની જરૂર નથી. નોટબંધી પછી દેશમાં હાલત ખરાબ થઈ છે.  લોકો પાસે ખાવા માટે પૈસા નથી અને પીએમ મોબાઈલ ફોનની વાત કરે છે. શુ લોકો ભૂખ લાગતા મોબાઈલ ફોન ખાશે ? જ્યારે સરકારે 8 નવેમ્બરના રોજ નોટબંધીનુ એલાન કર્યુ હતુ ત્યારે સૌની સેલેરી આવી ગઈ હતી. પણ હવે ડિસેમ્બરમાં સેલેરીનુ શુ થશે ? 
 
-  નોટબંધી વિરુદ્ધ આક્રોશ માર્ચ દરમિયાન પૂર્વ સીએમ ઓમાન ચાંડી અને વિપક્ષ નેતા રમેશ ચેન્નિથલાની ધરપકડ 
- નોટબંધી પર સવારે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી દળોએ સંસદ ચોકમાં પ્રદર્શન કર્યુ. કોંગ્રેસ નેતા જ્યોતિરાધિત્ય સિંધિયાએ ટીએમસ્સી નેતા ડિરેક ઓ બ્રાયન અને સુદીપ બેનર્જીને પણ પ્રદર્શન માટે બોલ્યા. પણ બંને નેતા ન આવ્યા. 

 -  આ નોટબંધી નહીં પરંતુ કાળાધનની નાકાબંધીનો વિરોધ છે: મુખ્તાર અબ્બાસ નકવી
-   ભ્રષ્ટાચાર ખતમ કરવામાં કોઈ એક પાર્ટીનો એકાધિકાર નહી: સંજય રાઉત, શિવસેના
-   ભાજપ કહે છે કે વિપક્ષે ભારત બંધ કર્યુ છે પંરતુ નોટબંધીનો ફેંસલો લઈને કેન્દ્ર સરકારે પોતે જ ભારત બંધ કરી દીધુ છે: માયાવતી
- નોટબંધી વિરુદ્ધ કલકત્તામાં ટીએમસી નેતાઓ અને કાર્યકર્તાઓએ કાઢ્યો માર્ચ 
- જમ્મુમાં જન આક્રોશ રેલી દરમિયાન જમ્મુ-કાશ્મીર કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ગુલામ અહમદ મીર અને કેટલાક કાર્યકર્તા ધરપકડમાં લેવામાં આવી છે. 
- નોટબંધી વિરુદ્ધ સંસદમાં ગાંધી સ્મારક સામે વિપક્ષી દળોએ પ્રદર્શન કર્યુ 
- ચેન્નઈમાં જન આક્રોશ માર્ચ દરમિયાન ડીએમકે નેતા એમકે સ્ટૉલિન અને અન્ય કાર્યકર્તાઓની પોલીસે ધરપકડ કરી 
- ભારત બંધ અને જન આક્રોશ દિવસ પર કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યુકે વિપક્ષનુ આ પ્રદર્શન 125 કરોડ લોકો વિરુદ્ધ છે. 
- લખનૌમાં સમાજવાદી પાર્ટી કાર્યકર્તાઓએ ટ્રેન રોકે દીધી અને પ્રદર્શન કર્યુ. 
 
- બિહારના દરભંગામાં સીપીઆઈ કાર્યકર્તાઓએ ટ્રેન રોકીની નારેબાજી કરી 
- બિહારના જહાનાબાદમાં પણ પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી  
- કલકત્તામાં 12 કલાક બંધ છે. રસ્તા પર ગાડીઓ નથી ચાલી રહી છે. પણ પરિસ્થિતિ સામાન્ય છે. 
- વિપક્ષી દળોના નારા - દેશમાં છે જન આક્રોશ, મોદી સરકાર છે મદહોશ 
- જન આક્રોશ દિવસ પર કોંગ્રેસે પટનામાં કાઢી રેલી 
- નાગપુરમાં કોંગ્રેસના જન આક્રોશ દિવસ સામે ભાજપ કરી રહ્યું છે જન આભાર દિવસની ઉજવણી. કામકાજ ચાલુ રાખનાર લોકોને મીઠાઈ અને ફૂલો આપીને વ્યક્ત કરાઈ રહ્યો છે આભાર
- ભાજપના રાષ્ટ્રીય સચિવ રામ માધવે કહ્યું કે વિપક્ષને જે બંધ કરવું હોય તે કરે, જનતા કાળા નાણા મુદ્દે સરકારનું સમર્થન કરશે.
- નોટબંધીનો વિરોધ કરી રહેલા લોકો પર તીખા પ્રહાર કરતા સિંગર અભિજીત ભટ્ટાચાર્યએ કરી ટ્વિટ
- ભારત બંધનો જબરદસ્ત વિરોધ કરી રહ્યાં છે મોદી સમર્થકો
- કેરળના તિરુવનન્તપુરમાં જોવા મળી બંધની અસર
- નોટબંધીને કારણે પરેશાન ખેડૂત, વેપારી, દુકાનદાર નાના ઉદ્યોગ ખેડૂત મજૂર ફેક્ટરી મજૂરનો અવાજ ઉઠાવવા માટે જન આક્રોશ દિવસનુ સમર્થન કરો. 
-  કોંગ્રેસે આક્રોશ દિવસ સફળ બનાવવાની કરી અપીલ
-  પટણા-રાંચી જનશતાબ્દી ટ્રેનને સીપીઆઈ(એસએલ)ના કાર્યકર્તાઓએ તારેગણ રેલવે સ્ટેશન પર રોકી.
-  વિપક્ષના આક્રોશ દિવસ પર ભાજપના સંબિત પાત્રા બોલ્યા, જેમનો ‘જા-કોષ’ થયો, તેઓ કરી રહ્યાં છે આ જે ‘આ-ક્રોશ’.
- ઉત્તર પ્રદેશના અલાહાબાદમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન
-  નોટબંધી વિરુદ્ધ ભારત બંધ, બિહારના દરભંગામાં ટ્રેન રોકવામાં આવી
-  ડાબેરી પાર્ટીઓએ પશ્ચિમ બંગાળમાં 12 કલાકના ભારત બંધનું એલાન કર્યું છે, કોલકતામાં જો કે બંધની અસર નથી, જનજીવન સામાન્ય
-  લોકોને મુશ્કેલીઓ પડે એથી કરીને કોંગ્રેસે ભારત બંધ બોલાવ્યું નથી. માત્ર આક્રોશ દિવસ મનાવશે-ગુલામ નબી આઝાદ

રૂ. 500 અને રૂ. 1000ના મૂલ્યવાળી કરન્સી નોટોને વ્યવહારમાંથી ખેંચી લેવાના મોદી સરકારના નિર્ણયની વિરુદ્ધમાં આજે વિપક્ષી દળો વિરોધ પ્રદર્શિત કરવા માટે રસ્તાઓ પર ઉતરવાના છે. જો કે અનેક પાર્ટીઓએ પાછળથી પલટી મારીને ભારત બંધ નહીં પરંતુ માત્ર વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાની સ્પષ્ટતા કરી નાખી છે. જો કે નીતિશકુમારની જેડીયુએ શરૂઆતથી જ કેન્દ્ર સરકારના નોટબંધીના ફેંસલાનું સમર્થન કરીને આ રીતના ભારત બંધ અને વિરોધ પ્રદર્શનમાં સામેલ નહીં થવાનું જણાવ્યું છે.

જોકે, બિહારમાં શાસક જનતા દળ (યૂનાઈટેડ), તામિલનાડુમાં જયલલિતાની શાસક પાર્ટી અન્નાદ્રમુક, ઓડિશામાં નવીન પટનાયકની શાસક પાર્ટી બીજુ જનતા દળ જેવા પક્ષોએ મોદી સરકારની પડખે હોવાની જાહેરાત કરી છે તેથી એવા રાજ્યોમાં બંધની અસર ઓછી જોવા મળશે.

લોકસભામાં વિપક્ષ કાર્યસ્થગન પ્રસ્તાવ હેઠળ નોટબંધીના મુદ્દા પર ચર્ચા કરવાની માંગ કરી રહ્યું છે. તો રાજ્યસભામાં વિપક્ષ પીએમ મોદીની હાજરીમાં ચર્ચા કરવા અને તેમના જવાબની માંગ કરી રહ્યું છે. ઉલ્લખનીય છે કે રાજ્યસભામાં 16 નવેમ્બરે નોટબંધી પર ચર્ચા શરૂ થઈ હતી જે અત્યાર સુધી પુરી થઈ શકી નથી.

સીપીએમ સાંસદ સીતારામ યેચુરીએ પીએમ મોદી પર વિશેષાધિકાર હનનનો આરોપ લગાવી નોટીસ આપી છે કે પીએમ ગૃહમાં આવતા નથી. અને નોટબંધી મુદ્દે સતત વાત કરી રહ્યાં છે..જે ગૃહનું અપમાન છે..આ નોટિસ પર રાજ્યસભાના સભાપતિ આજે નિર્ણય સંભળાવી શકે છે.