ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: જયપુર. , સોમવાર, 23 માર્ચ 2015 (11:53 IST)

PM મોદીના નિકટના જફર સુરેશવાલાને મુસ્લિમ લૉ બોર્ડ મીટિંગમાંથી બહાર કરાયા

જયપુરમાં ચાલી રહેલ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નિકટતા રાખનારા જફર સુરેશવાળાને બહાર મોકલી દેવામાં આવ્યા. બોર્ડના કેટલાક સભ્યોએ સુરેશવાળાની હાજરી પર આપત્તિ દર્શાવી હતી. રિપોર્ટ્સ મુજબ રવિવારે બોર્ડની મીટિંગ શરૂ થતા ત્યા 'દુશ્મનો કો બહાર નિકાલો'  અને 'મીર જાફર સે તૌબા' ના નારા લગાવવામાં આવ્યા.  આયોજકોએ અચાનક કરવામાં આવેલ બૂમાબૂમનું કારણ પુછ્યુ તો લોકોએ જણાવ્યુ કે અહી મોદીએ મોકલેલા દૂત બેસ્યા છે જે વાતાવરણ ખરાબ કરવા માંગે છે. 
 
માહિતી મુજબ જેવુ તેમનુ આગમન થયુ કે તેમનો જોરદાર વિરોધ થવો શરૂ થઈ ગયો. બોર્ડના સભ્ય સુરેશવાલાને હૈદરાબાદની આઝાદ રાષ્ટ્રીય ઉર્દુ યુનિવર્સિટીના ચાંસલર બનાવવાથી હેરાન છે. સભ્યોના દાવા મુજબ સુરેશવાલા બે મહિનાથી બોર્ડના સંપર્કમાં છે. તેઓ બોર્ડ અને પીએમ મોદી વચ્ચે મુલાકાત કરાવવા માંગે છે પણ બોર્ડે ના પાડી દીધી.