શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 25 એપ્રિલ 2015 (11:21 IST)

મોદીએ દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી, ટ્વીટ કર્યો ફોટો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલીવાર દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી. તે રેસકોર્સ મેટ્રો સ્ટેશનથી દ્વારક એક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા. તેમને પોતાનો કાફલો છોડીને મેટ્રોમાં યાત્રા કરી પબ્લિક ટ્રાંસપોર્ટને પ્રોત્સાહિત કરવાની અપીલ કરી છે. મેટ્રોમાં તેમની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ પણ હાજર હતા. પીએમની આગળ-પાછળની કેટલીક સીટો ખાલી હતી. તેમની સાથે એસપીજીના સુરક્ષા અધિકારી પણ મેટ્રોના ડબ્બામાં હાજર હતા. 
તેઓ ત્યા એક સમારંભમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. સૂત્રોએ જણાવ્યુ કે તેમણે મેટ્રોની મુસાફરી એ માટે કરી જેથી સુરક્ષા  વ્યવસ્થાને લઈને લોકોને અસુવિદ્યા ન થાય .  પ્રધાનમંત્રી નેશનલ  ઈંટેલિજેંસ એકેડમીના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. જ્યારે પ્રધાનમંત્રી મુસાફરી કરે છે તો સુરક્ષા વ્યવસ્થા હેઠળ કેટલાક સમય માટે રસ્તા બંધ કરી દેવામાં આવે છે.   આ અંગેની માહિતી તેમણે પોતે ટ્વિટર પર આપી. તેમણે ટ્વીટ કરી કહ્યુ, "શ્રીધરનજી(મેટ્રોમેન) હંમેશા કાયમ મને દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરવા માટે કહેતા હતા. આજે મને દ્વારકા સુધી મેટ્રોમાં જવાની તક મળી.'