શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 31 જુલાઈ 2015 (12:34 IST)

#YakubHanging દેશ આ લોકોને ક્યારેય માફ નહી કરે.. !

સવારે ચાર વાગવાની તૈયારી હતી. ઈંસાફની અવાજ ઉઠી રહી હતી. પહેલા આવુ ક્યારેય ન થય્ ન્યાયપાલિકાનુ સન્માન સર્વોચ્ચ છે. પણ કોણે માટે આટલી ચિંતા.. આટલી મહેનત.. આટલી બેચેની ? એક આતંકી માટે. જેણે પોતાના પરિવાર પાસેથી રેકી કરાવી હતી કે બોમ્બ ત્યા ફાટે જ્યા શાળાના બાળકોની બસ પસાર થતી હોય. ફક્ત સેંચુરી બજારનું ષડયંત્ર સાંભળીને તો તમે કાંપી જ જશો કે ત્યા અનેક દિવસો સુધી યાકૂબના આતંકવાદીઓએ તપાસ કરી હતી કે આરડીએક્સ ક્યા ભરે. જેથી વધુમાં વધુ નિર્દોષ લોકોના ટુકડે ટુકડા થઈ જાય.  મેનહોલમાં ભર્યા હતા વિસ્ફોટક.  ફક્ત ત્યા જ કુલ 113 બાળકો. મહિલાઓ અને બીમાર માર્યા ગયા હતા. મૈનહોલના ઉપરથી બસ પસાર થતા જ બોમ્બ ફૂટ્યો હતો.  તેમની ચીસો-ચીત્કારોનો તીરસ્કાર કરીને આપણે આખી રાત કંઈ દયા બતાવી રહ્યા હતા ? 22 વર્ષમાં આપણને કશુ ન બતાવ્યુ. હવે અચાનક પ્રક્રિયાની ખામીઓ ગણાવવામાં આવી રહી છે. કોઈપણ કાયદો છેવટે ન્યાય માટે બન્યો છે. ન્યાય પર પ્રથમ અધિકાર પીડીતનો છે. આતંકીના આંસૂ આ પ્રકારના ઈંસાફના તરાજૂને કેવી રીતે દબાવી શકે છે ? એ પણ ત્યારે જ્યારે સુપ્રીમ કોર્ટની જ વિસ્તારિત બેંચ યાકૂબ મેમનની ફાંસી પર રોક લગાવવા ત્યારે ઈનકાર કરી રહી હતી જ્યારે તેમના બે વરિષ્ઠ જજોમાંથી એકને ન્યાયની પ્રકિયા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. રાષ્ટ્રપતિ તરફથી રદ્દ દયા અરજી ફએરી રાષ્ટ્રપતિ ફરી રાજ્યપાલ ખબર નહી ક્યા ક્યા મોકલવામાં આવી. કાશ.. પીડિતો માટે કોઈ આવુ કરી શકતુ.. !! 
 
આ દરમિયાન એક સનસનીખેજ ખુલાસો કરવામાં આવ્યો કે યાકૂબની ધરપકડ નથી કરવામાં આવી પણ તેને લાવવામાં આવ્યો હતો. તેની પાસેથી પાકિસ્તાન વિરુદ્ધના પુરાવા મળી રહ્યા હતા. તેથી તે સજાને પાત્ર નથી હોઈ શકતો. તો કોણે આવો હક આપવામાં આવ્યો ? કોણા દ્વારા આપવામાં આવ્યો ? કોણ આ નક્કી કરવા બેસી ગયુ કે પુરાવા હોય તો 257 હત્યાઓ પણ માફ ?