ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 26 સપ્ટેમ્બર 2016 (17:36 IST)

સિંધુ સમજૂતી પર પીએમ મોદીનો પાક.ને જવાબ - લોહી અને પાણી સાથે સાથે નથી વહી શકતા

પાકિસ્તાનની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપવા માટે ભારત દરેક વિકલ્પ પર વિચાર કરી રહ્યુ છે. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંધુ નદીના પાણીના સમજૂતીને લઈને સમીક્ષા બેઠક કરી. આ બેઠકમાં પીએમે અધિકારીઓને કહ્યુ કે લોહી અને પાણી સાથ સાથે નથી વહી શકતા. આપણે સમજૂતી પર પુનર્વિચાર કરવા માટે ગંભીર છીએ. 
 
સમજૂતી તોડ્યા વગર પણ પાકને નહી મળે પાણી 
 
પીએમે કહ્યુ કે અત્યાર સુધી પાકની સાથે 112 બેઠકો થઈ ચુકી છે. હવે આતંકના વાતાવરણમાં વાતચીત કરી શકાતી નથી. અધિકારીઓએ કહ્યુ કે સમજૂતી તોડ્યા વગર પણ ભારત પોતાના ભાગનુ પાણી લઈ શકે છે. પ્રધાનમંત્રી દ્વારા બોલાવવામાં આવેલ મીટિંગમાં  વોટર રિસોર્સેઝ મંત્રાલયના સેક્રેટરીને એક પ્રેજેંટેશન આપવામાં આવ્યુ જેમા કહેવામાં આવ્યુ કે સમજૂતી તોડ્યા વગર આપણે જે આપણા ભાગનુ વધુ પાણી પાકિસ્તાનને આપી રહ્યા છીએ તેને રોકી શકાય છે. મીટિંગમાં એવુ પણ કહેવામાં આવ્યુ કે 3.6  મિલીયન એકર ફીટ વોટર સ્ટોરેજ પર ભારતનો હક છે. આ પાણી આપણે પાકિસ્તાનને વધુ આપી રહ્યા હતા જે હવે આપણે રોકી શકીએ છીએ. તેનાથી 6 લાખ હેક્ટર લૈંડમાં સિંચાઈ થઈ શકશે. 
 
વીજળીની સમસ્યા દૂર થશે 
 
આ પાણીથી 18000 મેગાવોટ વીજળીનુ ઉત્પાદન કરી શકાય છે. હાલ 3 હજાર મેગાવોટ વીજળીનુ ઉત્પાદન થાય છે. તેનાથી જમ્મુ કાશ્મીરમાં વીજળી અને સિંચાઈની સમસ્યા ખતમ થઈ જશે. 
 
PM Modi said 'blood & water can't flow together at the same time' in meeting with Water ministry officials on Indus Waters treaty: Sources
 
પીએમે કર્યો સમજૂતીનો રિવ્યૂ 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંધુ જળ સમજૂતીને લઈને વિદેશ મંત્રાલય અને પ્રધાનમંત્રી કાર્યાલય અને જળ સંસાધન મંત્રાલયના અધિકારીઓ સાથે એક મીટિંગ કરી. જેમા પ્રધાનમંત્રીએ માહિતી લીધી કે કેવી રીતે સિંધુ જળ સમજૂતી રિવ્યુ કરી શકાય છે. જે સમજૂતી 1960માં થઈ હતી. કેવી રીતે પાકિસ્તાન સાથે એગ્રીમેંટ કરવામાં આવ્યો હતો. આ તમામ મુદ્દા વિશે પ્રધાનમંત્રીએ માહિતી લીધી.  બેઠકમાં પ્રિંસિપલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રા, નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજીત ડોભાલ વિદેશ મંત્રી જયશંકર અને વોટર રિર્સોસેસ મંત્રાલયના સચિવ પણ હાજર હતા.