મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 7 ઑક્ટોબર 2016 (11:47 IST)

'જવાનોની દલાલી' વાળા નિવેદન પર રાહુલ ગાંધીએ આપી સફાઈ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઈક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિશાના પર લેતા કહ્યુ હતુ કે આપણા   યુવાનોએ જમ્મુ કાશ્મીરમાં પોતાની જીવ આપ્યો. સર્જિકલ સ્ટ્રાઈક કરી છે તમે એમના લોહીની દલાલી કરી રહ્યા છો. આ એકદમ ખોટુ છે. રાહુલ આટલાથી જ રોકાયા નહી તેમણે પીએમ મોદીને સલાહ પણ આપી દીધી કે સેનાએ પોતાનુ કામ કર્યુ છે તમે તમારુ કામ કરો. 
 
રાહુલે આપી સફાઈ... 
 
પોતાના આ નિવેદન પછી રાહુલ ગાંધી વિરોધીઓના નિશાના પર આવ્યા. તેમના આ નિવેદનની ખૂબ નિંદા થઈ રહી છે. ફક્ત બીજેપી જ નહી પણ આમ આદમી પાર્ટીએ પણ રાહુલ ગાંધીના નિવેદનની નિંદા કરી.  ચારેબાજુ નિંદા પછી હવે રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા સફાઈ આપી છે કે તે સર્જિકલ સ્ટ્રાઈકનુ પુરી રીતે સમર્થન કરે છે. પણ રાજનીતિક પોસ્ટરોમાં ભારતીય સેનાના ઉપયોગને તેમણે ખોટુ કહ્યુ છે. 
 
રાહુલનુ માનસિક દેવાળિયુ 
 
ઉલ્લેખનીય છે કે દેવરિયાથી દિલ્હી સુધીની ખેડૂત યાત્રા દરમિયાન રાહુલની યાત્રા ગુરૂવારે દિલ્હી પહોંચી. આ દરમિયાન રાહુલે પોતાના ભાષણમાં કહ્યુ કે આપણા જવાન  જેમણે દેશને બચાવવા માટે લોહી આપ્યુ છે. જેમણે સર્જિકલ સ્ટ્રાઈક આપી. તેમના લોહી પાછળ પીએમ મોદી છિપાયા છે રાહુલની આ ટિપ્પણી પર ભાજપાના મહાસચિવ શ્રીકાંત શર્માએ કહ્યુ છે કે આ રાહુલ ગાંધીનુ માનસિક દેવાળીયુ છે.  આ સીધે સીધુ જે આપણા સૈનિક શહીદ થયા છે જે આતંકવાદના બન્યા છે તેમનુ અપમાન છે.