ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :રાયગઢ. , મંગળવાર, 2 ફેબ્રુઆરી 2016 (10:16 IST)

મહારાષ્ટ્રના રાયગઢમાં પિકનિક મનાવવા ગયેલ 14 વિદ્યાર્થીઓ સમુદ્રમાં ડૂબ્યા

મહારાષ્ટ્રના ઐતિહાસિક સમુદ્રી શહેર ગરુડના સમુદ્ર કિનારે મુરુડ-જંજીરા બીચ પર દુર્ઘટના હ્રદય કંપાવી તેવી છે. સોમવારે અહી ડૂબવાથી 14 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો. પુણે કૈપ વિસ્તારમાં આવેલ અબેદા ઈનામદાર કોલેજના 18 વિદ્યાર્થી ગરુડમાં પિકનિક ઉજવવા ગયા હતા. બધા વિદ્યાર્થી કંપ્યુટર સાયંસના સ્નાતક કોર્સનો અભ્યાસ કરી રહ્યા હતા. 
 
આ વિદ્યાર્થીઓની વય 18-20 વર્ષની બતાવી છે. આ લોકો પુણેના ઈનામદાર કોલેજના બીએસસી અને બીસીએ કંપ્યુટર સાયંસના વિદ્યાર્થી હતા. એક વિદ્યાર્થી હજુ પણ લાપતા છે અને તેની શોધ ચાલી રહી છે. 
 
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કર્યુ, 'મુરડની ઘટના વિશે જાણીને ખૂબ દુખી અને સ્તબ્ધ છુ. જેમા 14 વિદ્યાર્થીઓને જીવ ગુમાવ્યો.'  તેમણે કહ્યુ, 'કલેક્ટરને બધા વિદ્યાર્થીઓનુ ધ્યાન રાખવાનુ કહ્યુ છે. તેમણે જણાવ્યુ કે 14 લાશ મળી ગઈ છે. પાંચ છોકરીઓનો જીવ બચાવી લેવામાં આવ્યો છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.' 
પિકનિક મનાવવા ગયેલ ઈનામદાર કોલેજ પુણે ના 116 વિદ્યાર્થી, આઠ શિક્ષક અને ત્રણ કર્મચારી હતા. 
 
કોલેજના ટ્રસ્ટી એસએ ઈનામદારે પુણેમાં સંવાદદાતાઓને જણાવ્યુ કે દુર્ઘટનાની જાણ થતા જ કોલેજે તરત જ 20 લોકોની ટીમ સહાયતા માટે મુરુડ રવાના કરી છે. કોલેજે એ વાતની ચોખવટ નથી કરી કે વિદ્યાર્થીઓને સમુદ્રના કિનારે પિકનિક માટે જરૂરી સાવધાની વિશે સૂચના આપવામાં આવી હતી કે નહી. 
બીજી બાજુ નેવી અને કોસ્ટ ગાર્ડે લાપતા થયેલ વિદ્યાર્થીઓની શોધ કરવા માટે સંયુક્ત અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાનમાં રેસ્ક્યૂ બોટ સાથે ચેતક હેલીકોપ્ટરનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. 
કોંકણના તટવર્તીય વિસ્તારનુ ગરુડ ઐતિહાસિક પર્યટન સ્થળ છે. અહી બનેલ જંજીરા કિલ્લો અને સમુદ્ર કિનારાનો નજારો જોવા દર વર્ષે લાખો પર્યટક આવે છે. ઈનામદાર કોલેજના કુલ 112 વિદ્યાર્થીઓ પિકનિક મનાવવા ગરુડ ગયા હતા. આ વિદ્યાર્થીઓમાંથી કેટલાક તવસલકર વાડીના પાછળના ભાગમાં તરવા માટે સમુદ્રમાં ઉતર્યા. ઉલ્લેખનીય છે કે આ કિનારો ખૂબ ખતરનાક બતાવવામાં આવે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં પણ અહી 6 પર્યટકોનું  ડૂબવાથી મોત થયુ હતુ. 
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને આવા ખતરનાક સ્થાનમાં પાણીમાં ઉતરતા જોઈને બગ્ગીવાળાએ ચેતાવ્યા પણ હતા. પરંતુ વિદ્યાર્થીઓએ તેમની વાતને ગણકારી નહી. છેવટે બપોરે 3 વાગીને 30 મિનિટની આસપાસ કેટલાક વિદ્યાર્થી દુર્ઘટનાના શિકાર થઈ ગયા. 
 
દુર્ઘટનાનો વિસ્તાર મુરુડ નગરપરિષદની હદમાં આવે છે. અહી થતી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને કોઈ નોટિસ પણ લગાવાઈ નથી કે ન તો કોઈ તૈરાકોને ત્યા ગોઠવાયા છે. વિદ્યાર્થીઓના શબ મુરુડ ગ્રામીણ હોસ્પિટલમાં મુકવામાં આવ્યા છે.