શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: કાઠમાંડૂ. , સોમવાર, 27 એપ્રિલ 2015 (12:12 IST)

બાબા રામદેવે 500 બાળકોને દત્તક લીધા

યોગ ગુરૂ બાબા રામદેવે નેપાળમાં ભીષણ ભૂકંપને કારણે અનાથ થયેલ 500 બાળકોને દત્તક લેવાની જાહેરાત કરી છે. યોગગુરૂએ આચાર્ય બાળ કૃષ્ણની સાથે પતંજલિ યોગપીઠ દ્વારા લગાવેલ રક્ત દાન શિબિરમાં રક્ત દાન કરવા છતા ભૂકંપ પ્રભાવિત લોકોને દરેક શક્ય મદદ આપવાની જાહેરાત કરી.  
 
તેમણે કહ્યુ કે પંતજલિ યોગપીઠ અને તેની સાથે જોડાયેલ સ્વંય સેવક લોકોના પ્રાણોની રક્ષા માટે રક્ત દાન કરશે. યોગગુરૂએ કહ્યુ કે દત્તક લીધેલા 500 બાળકોને પતંજલિ આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલમાં આશ્રય આપવામાં આવશે અને 12માં ધોરણ સુધી તેમને મફત રહેઠાણ, ભોજન અને શિક્ષણ આપવામાં આવશે.  
 
તેમણે કહ્યુ કે રમત મેદાનમાં શરણ લીધેલા 50 હજાર લોકોને ચિકિત્સા સુવિદ્યા, ભોજન, પાણી, બિસ્કિટ અને જરૂરિયાતના અન્ય સામાનની વહેંચણી કરવામાં આવશે.  સંપૂર્ણ રાહત અભિયાન આચાર્ય બાળ કૃષ્ણના સંચાલનમાં ચલાવવામાં આવશે.