શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 19 જૂન 2016 (11:42 IST)

RBI એ શોધવા પડશે નવા ગર્વનર - રાજન નિકળી જશે

RBIના ગર્વનર રઘુરામ રાજનના બીજા કાર્યકાળને લઈને ચાલી રહેલ વિવાદ વચ્ચે હવે રઘુરામ રાજને જ સામેથી સ્પષ્ટ કર્યું ચ હે કે જો સરકાર તેમને આરબીઆઈ ગર્વનર તરીકે બીજો  કાર્યકાળ આપવા માંગે તો પણ તેઓ આરબીઆઇના ફેરીથી ગવર્નર બનવા માટે તૈયાર નથી રાજને સ્પષ્ટ કર્યું હતું કે  4 સપ્ટેમ્બરે 2016 ના રોજ આરબીઆઈ ગવર્નર તેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને આ કર્યકાળ પૂરે કરી તેઓ શિક્ષણ ક્ષેત્રે પરત ફરવા માંગે છે. 
 
ઉલ્લેખનીય છે કે રાજન યુનિવર્સિટી ઓફ શિકાગોમાં પ્રોફેસર રહી ચૂક્યા છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપના સુબ્રમણ્યન સ્વામી રાજનની વિરૂદ્ધ છે. તેમણે પીએમ મોદીને ચીઠ્ઠી લખી રાજન સામે સીબીઆઈની એસઆઈટીની તપાસ બેસાડવા પણ કહ્યું હતું.
રાજનના આ નિવેદન આવ્યાના બાદ ભાજપના નેતા એ રઘુરામ રાજન એક સરકારી કર્મચારી છે અને સરકારી કર્મચારીની નિમૂણક તેની લોકપ્રિયતા આધારે થઈ શકે નહી આ પહેલા રાજને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે દેશને જ્યારે પણ તેમની સેવાની જરૂર પડશે ત્યારે તે દેશની સેવા કરવ તૈયાર છે. પરંતુ તે હવે આરબીઆઈના ગર્વનર પદે વધુ સમય સુધી ફરજ બજાવી શકે તેમ નથી તેમેણે જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્રે પરત ફરવાની તેમને લાંબા સમયથી ઈચ્છા હતી.