ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 8 ઑક્ટોબર 2015 (11:30 IST)

અમિત શાહ મોદીને ધક્કો મારીને પ્રધાનમંત્રી બનવા માંગે છે - લાલુ પ્રસાદ

બિહારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન નિવેદનબાજીની ગરમાગરમીથી પારો દિવસો દિવસ વધતો જઈ રહ્યો છે. ગુરૂવારે સવારે એક પ્રેસ કોન્ફ્રેંસમાં આરજેડી નેતા લાલૂ યાદવે પીએમ મોદી, સંઘ અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પર નિશાન સાધ્યુ. આ પ્રેસ કોન્ફ્રેંસમાં લાલૂએ એક વાર ફરી ગાય પર થઈ રહેલ વિવાદને હવા આપી અને એ પણ કહ્યુ કે અમિત શાહ મોદીને ધક્કો મારીને પીએમ બનવા માંગે છે. 
 
બીજેપી કાર્યકર્તા પર હુમલો કરતા લાલુએ કહ્યુ કે જઈને જુઓ હોટલમાં બીજેપીવાળા સૂઈ રહ્યા છે. હેલિકોપ્ટર ઉભુ છે. નરેન્દ્ર મોદીએ હારનું સંકટ માપી લીધુ છે. મોદીને અહેસાસ થઈ ગયો છે કે મહાગઠબંધન ભવિષ્યમાં દિલ્હીની સત્તા પલટી નાખશે. લાલુ મુજબ બિહાર ચૂંટણીમાં બીજેપી જે વચન આપી રહી છે તે બધા લોકસભા ચૂંટણીના વચનોની જેમ ખોખલા સાબિત થશે. 
 
અમિત શાહ પર હુમલો બોલતા લાલુએ કહ્યુ કે 'અમિત શાહ મોદીને ધક્કો મારીને પીએમ બનવા માંગે છે. તે તેની પ્લાનિંગ કરી રહ્યા છે.  ગાય પર ચાલી રહેલ વિવાદ પર લાલુ બોલ્યા.. હુ ગાયની પૂજા કરુ છુ. મોદીએ ક્યારેય છાણ ઉઠાવ્યુ છે. ગાયનુ છાણ તો અમારી માટે ચંદન છે.

રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવે ગુરૂવારે સવારે એક પ્રેસ કૉન્ફ્રેંસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આરએસએસ પર હુમલો કર્યો. તેમણે કહ્યુ કે આરએસએસ નફરત ફેલાવનારી ફેક્ટરી છે. 
 
લાલૂ યાદવે કહ્યુ કે મોદી શરૂઆતથી જ ગરીબ અને દલિત વિરોધી રહ્યા છે. તેમણે કહ્યુ કે ભાગવતે જે નિવેદન અનામત પર આપ્યુ હતુ મોદી તેના પર ચુપ કેમ છે ? 
 
રાહુલ ગાંધી દ્વારા તેમનુ નામ રેલીઓમાં ન લેતા લાલૂએ કહ્યુ, કોઈ અમારુ નામ લે કે નહી પણ અમારુ નામ આખી દુનિયા લે છે.