શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 11 નવેમ્બર 2016 (14:17 IST)

અફવા - બેંક લોકર સીલ કરવાના સમાચારથી ગ્રાહકો પરેશાન

હજાર અને પાંચ સો ના નોટને ચલણમાંથી પહેલા જ લોકો પરેશાન છે. ગુરૂવારે અચાનક શહેરમાં અફવા ફેલાઈ ગઈ કે ગ્રાહકોના બેંકના લોકર સીલ કરવામાં આવશે. આ પ્રકારની અફવા ઉડવાથી અનેક ગ્રાહકો બેંક પહોંચી ગયા. આ દરમિયાન જ્યારે તેમણે બેંક મેનેજર સાથે વાત કરી ત્યારે જાણ થઈ કે આ કોઈ બદમાશની મજાક છે. આ પ્રકારની અફવા પર ગ્રાહક અને ઉપભોક્તા ધ્યાન ન આપે. 
 
હજાર અને પાંચ સોના નોટ બંધ થયા પછી અનેક પ્રકારની અફવાઓથી બજાર ગરમ છે. સામાન્ય લોકોથી માંડીને વેપાર વર્ગ પણ બેંકના લોકર સીલ થવાની અફવાથી તેમનામાં અફરા-તફરી મચી ગઈ. જ્યારે રિઝર્વ બેંકથી લઈને શાસન પ્રશાસન દ્વારા સતત દિશા સૂચનો રજુ કરવામાં આવી રહ્યા છે. છતા લોકોને પરેશાન કરનારી અફવાઓ સાંભળવા મળી રહી છે.  અફવાની વાત પર વિશ્વાસ કરીને અનેક સ્ત્રીઓ બેંક પહોંચીને લૉકરમાંથી પોતાની વસ્તુઓને કાઢવા માંગી. જ્યારે તેને લઈને બેંક સંસ્થા દ્વારા કારણ પૂછવામાં આવ્યુ ત્યારે હકીકત સામે આવી.  જેના પર બેંક સંસ્થાપક દ્વારા લોકોને સમજાવ્યા કે આ બધી માત્ર અફવા છે.  લોકો આ રીતે અફવામાં ન આવે. આ પ્રકારની કાર્યવાહી વિધિ સંમત નથી.