ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 28 ઑક્ટોબર 2016 (15:05 IST)

#Sandesh2Soldiers અભિયાન હેઠળ આવી રહ્યા છે લાખો સંદેશ, સીમા પર દિવાળી ઉજવશે PM

દિવાળીના દિવસે સેના અને સુરક્ષા કર્મચારીઓને સંદેશ મોકલવાની પીએમ નરેન્દ્ર મોદીની અપીલની અસર જોવા મળી છે. આખા દેશમાંથી સામાન્ય લોકોના સંદેશ સેનાઓ માટે આવી રહ્યા છે.  અત્યાર સુધી સામાન્ય લોકો તરફથી લાખો સંદેશ મોકલી ચુકાયા છે.  સેલેબ્રિટીથી લઈને સામાન્ય લોકો સુધી સેનાને રોશનીનો તહેવાર દિવાળી પર પોતાની શુભકામના  મોકલી રહ્યા છે.  ઉડી હુમલા પછી જે રીતે 29 સપ્ટેમ્બરના રોજ જે રીતે ભારતીય સેનાએ પાકિસ્તાનની સરહદમાં ઘુસીને  સર્જિકલ ઓપરેશન કર્યુ. જેનાથી તેમના પરાક્રમની ચર્ચા આખા દેશમાં થવા લાગી.  આ ઉપરાંત પીએમ મોદી આ વખતે દિવાળી પંજાબ સીમા પર સૈનિકો સાથે મનાવી શકે છે. 
 
પીએમઓ સુત્રો મુજબ અત્યાર સુધી સોશિયલ મીડિયા માઈગૉવ ડૉટ ઈન અને રેડિયોને મળેલ સંદેશ દ્વારા અત્યાર સુધી 5 લાખથી વધુ સંદેશ આવી ચુક્યા છે અને દરેક મિનિટે સેંકડો સંદેશા આવી રહ્યા છે.  ફક્ત માઈ ગોવ ડૉટ ઈન પર જ 10 હજારથી વધુ લોકોના સંદેશ આવી ચુક્યા છે. અધિકારીઓએ જણાવ્યુ કે જે અંદાજમાં શુભકામનાઓ આવી રહી છે     દિવાળી સુધી તેની સંખ્યા 1 લાખ પર થવાનુ અનુમાન છે.  આ અત્યાર સુધી કોઈ અભિયાનને મળેલ સૌથી વધુ રિસ્પોંસ હોઈ શકે છે.  એકવાર બધા સંદેશ આવી ગયા પછી સેનાને મોકલી દેવામાં આવશે. 
 
 
લગભગ બધા જ સંદેશમાં સેનાને હીરો બતાવ્યા છે. આવો જ એક સંદેશ અજય દુબેએ માઈ ગોંવ ડૉટ ઈન પર લખ્યુ. 'ભારત માતા ની જય. તમે જવાનોને અને બધા સૈન્ય દળોને ભારતીય નાગરિકો તરફથી અભિનંદન આજે તમારી જ કર્તવ્યનિષ્ઠાને કારણે અમે બધા સુરક્ષિત અને હર્ષોલ્લાસથી દિપોત્સવની તૈયારી કરી રહ્યા છીએ. તમે બધાને કોટિ-કોટિ ધન્યવાદ અને નમન. શુભ દીપાવલી. 'જય હિંદ જય ભારત. વંદે માતરમ' 
 
આજ રીતે અનેક ઈમોશનલ સંદેશ પણ આવી રહ્યા છે. શૈલજા કુમારીએ લખ્યુ, 'હુ સીમા પર દેશની રક્ષા કરી રહેલ બધા જવાનોમા મારા પુત્રને જોઉ છુ. તેઓ બધા મારા પુત્ર છે. ભારત મા ની સાથે આ મા તમારે કારણે જ સુરક્ષિત છે.  સામાન્ય લોકો ઉપરાંત બોલીવુડ કલાકાર સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર, અજય દેવગન જેવા બોલીવુડ કલાકારો પણ વીડિયોના માધ્યમથી શુભેચ્છા આપી ચુક્યા છે. સોશિયલ મીડિયા પર શુભકામના સંદેશ સતત ટ્રેંડ થઈ રહ્યુ છે. 
 
દિવાળી નિમિત્તે જશે સીમા પાર ? 
 
સૂત્રો મુજબ આ વખતે દિવાળીના નિમિત્તે પીએમ મોદી ભારત-પાક સીમા પર જવાનોને મળવા જઈ શકે છે.  પંજાબ પાસે આવેલ સીમા પર પીએમ મોદીના જવાની શક્યતા છે. જોકે આ અંગે પૂછતા પીએમઓ સૂત્રોએ કંઈ પણ જણાવવાની ના પાડી દીધી.  ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ દિવાળીના દિવસે પીએમ મોદી કારગિલમાં જવાનોને મળવા ગયા હતા અને બીજા વર્ષે કાશ્મીરમાં પૂર પીડિતોને મળવા ગયા હતા. સૂત્રો મુજબ સર્જિકલ સ્ટ્રાઈક પછી ભારત -પાક સીમા પર સતત તનાવ કાયમ છે અને મોદીની આ કોશિશ સૈનિકોનુ મનોબળ વધારવા માટે હોઈ શકે.