ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 29 નવેમ્બર 2014 (17:43 IST)

તમાકુનાં કારણે લોકોને થયેલા વિવિધ રોગોથી દેશને 1 કરોડ 40 લાખથી પણ વધુ રૂપિયાનું નુકસાન થાય છે

ભારતમાં હવે છૂટક મળતી સિગારેટનાં વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. સિગારેટ પીનારની વયમર્યાદા હાલમાં જે ૧૮ વર્ષ છે, તે વધારીને ૨૫ વર્ષ કરવામાં આવનાર છે. સાર્વજનિક સ્થળે ધૂમ્રપાન કરીને નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યકિતએ રૂપિયા ૨૦૦ થી ૨૦ હજાર જેટલો દંડ પણ ભરવો પડશે. તેવી માહિતી કેન્દ્રના આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ આપેલી છે. તેમનું કહેવું છે કે ભારતમાં વેચાતી દેશી અથવા વિદેશી બનાવટની સિગારેટના બોક્સ ઉપર તથા તમાકુનો ઉપયોગ કરીને બનાવેલા બધા જ ઉત્પાદનો ઉપર ૮૫ ટકા જગ્યા ઉપર ધૂમ્રપાન કે તમાકુના સેવનથી શરીર ઉપર થતી વિપરીત અસરો તથા રોગ વિશેની માહિતી આપવી ફરજિયાત બનાવવામાં આવી છે.

ભારતમાં ૩૫ વર્ષથી ૬૯ વર્ષની ઉંમરના તમાકુનું સેવન ર્ક્યા બાદ, લોકોને થયેલા વિવિધ રોગને પરિણામે દેશને આશરે ૧ કરોડ ચાલીસ લાખથી પણ વધુ રૂપિયાનું નુકસાન થાય છે. તમાકુનું સેવન કરનાર ૪૦થી ૪૪ની વય ધરાવતી વ્યક્તિઓ અચાનક મોતના સંકજામાં સપડાતી જોવા મળે છે. સરેરાશ ૩૫ ટકા ૧૫ વર્ષથી વધુ વય ઘરાવતા બાળકો તમાકુનું સેવન કરે છે. જ્યારે ૬૦.૨ ટકા ભારતીયો સવારે ઉઠતાની સાથે અડધો કલાકની અંદર તમાકુનું સેવન કરે છે. હવે પુરુષોની તુલનાએ ૧.૨૧ કરોડ ભારતીય મહિલાઓ ધૂમ્રપાન કરે છે!

સૌ પ્રથમ આયર્લેન્ડમાં કામકાજના સ્થળે,જાહેર જગ્યા ઉપર, ઉદ્યાનમાં, હોટલમાં, શાળા કૉલેજોમાં, સાર્વજનિક વાહનોમાં ધૂમ્રપાન કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પોતાના ઘરમાં કે હોટલના પોતાના કમરામાં સિગારેટ પી શકે છે. કાયદાનો ભંગ કરનારને ૩૦૦૦ યુરો, ભારતીય મૂલ્ય પ્રમાણે ૨ લાખથી વધુનો દંડ તાત્કાલિક ભરવો પડે છે.

૨૦૧૦થી ભૂતાનમાં સૌ પ્રથમ તમાકુની ખેતી - લણણી તથા તમાકુમાંથી વિવિધ ઉત્પાદન બનાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ ભૂતાન વિશ્ર્વનો પ્રથમ પ્રદેશ બન્યો છે જેણે જડમૂડથી તમાકુના સેવનથી થતા રોગો ઉપર નિયંત્રણ મૂકવાનું પગલું ભર્યું છે. દેશની પ્રજાના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપ્યું છે. જાહેર સ્થળો કે સિગારેટનું સેવન કરનારને ૨૩૨ ડૉલર એટલે કે તેના બે મહિનાના પગાર જેટલી રકમનો દંડ ભરવો પડે છે.

તમાકુની ખેતી અંગે પણ ખાસ કાયદો ઘડવામાં આવ્યા છે. તે પ્રમાણે તમાકુંને બીજા દેશમાંથી ખરીદીને ભૂતાનમાં તેનું વેચાણ કરવું, તમાકુની જાહેરાત કરવી, વ્યાપારીઓ દ્વાર તેના વેચાણની હિમાયત કરવી, ફિલ્મો અને જાહેરખબરમાં પણ સિગારેટનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો છે.

ઓબામા સરકારે પણ ભારતમાં તમાકુ કે સિગારેટનાં બોક્સ ઉપર સ્વાસ્થ્યને હાનિકારક હોવાની જાહેરાત ૮૫ ટકા મોટી કરવાનું, બંને બાજુ છાપવાના પગલાંને આવકાયુર્ં છે. દેશના નાગરિકોનાં સ્વાસ્થ્ય પ્રત્યે દર્શાવેલી જાગરૂક્તાને પગલે ભારત વૈશ્ર્વિક આગેવાની લેવાને તૈયાર થઈ રહ્યું છે. સિગારેટ અને તમાકુના સેવનથી થતાં મોઢાનાં અને ગળાનાં કેન્સરના રોગનાં ફોટા પેકેટ ઉપર દર્શાવવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. વિશ્ર્વના બીજા દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા અને ઉ ઉરૂગ્વેમાં તમાકુમાંથી વિવિધ ઉત્પાદન કરતી કંપનીઓ પણ તમાકુના સેવનથી થતાં રોગની મોટી જાહેરાતો કરે છે. જેને કારણે ઉત્પાદક કંપનીઓ ચિંતામાં પડી ગઈ છે. આ કંપનીઓનું માનવું છે કે મોટા ફોટાને કારણે લોકોમાં જાગૃતિ આવતા તેઓ તમાકુને છોડવા પ્રેરણા મેળવશે. કિશોરાવસ્થામાં પ્રવેશતા યુવાનો આ મોટા ફોટા જોઈને ડરનાં માર્યાં તેનાથી દૂર રહેશે. પહેલી વખત ઉપયોગ કરનાર પણ આદત પાડવાથી અચકાશે. પેકેટ ઉપર સ્વાસ્થ્ય સંબંધિત ફોટાઓ છાપવાનું ૧લી ડિસેમ્બર ૨૦૧૫થી અનિવાર્ય બનશે.

તમાકુ વિશ્ર્વના કરોડો લોકોની જાન લે છે. વિશ્ર્વના બધા દેશો તમાકુ અને તેની બનાવટોને કારણે થતાં રોગને ટાળી શકવા સક્ષમ છે. જો તમાકુનું સેવન આ ઝડપે ફેલાશે તો ૨૧મી સદીમાં રોગનો ફેલાવો ૧ અબજ લોકોને તેના ભરડામાં લેશે!

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા પણ ૨જી ડિસેમ્બર, ૨૦૧૫થી એક ઝુંબેશ શરૂ કરનાર છે જેને ‘ટૉબેકો ફ્રી કિડસ્’ નામ આપવામાં આવ્યું છે. તમાકુને કારણે હાલમાં ૬૦ લાખ લોકો મૃત્યુ પામે છે. તમાકુ ઉત્પાદન કરતી કંપનીઓ રોજના ૮૦ હજારથી એક લાખ લોકોને નિશાન બનાવે છે. સૌથી વધુ નાની વયના યુવાનો એશિયામાં છે, જે તમાકુનું સેવન કરે છે. જેઓ તમાકું બનાવતી મોટી કંપનીઓના નિશાન ઉપર છે. જેમાંં બાંગ્લાદેશનો નંબર પણ આવે છે. ‘માર્લબોરો’ નામે સિગારેટ બનાવતી કંપની બાંગ્લાદેશમાં યોજવામાં આવેલ એક કાર્યક્રમની પ્રાયોજક હતી. જાગૃત નાગરિકો અને વિવિધ સંઘોએ તેનો વિરોધ કરતાં તે કાર્યક્રમને રદ કરવામાં આવ્યો હતો, જાગૃત પ્રજાએ જીત મેળવી હતી.

તમાકુના સેવનથી કેન્સર થાય છે, તમાકુ પ્રાણઘાતક છે. જે મૃત્યુને આવકારે છે. તેવા સંદેશ સિગારેટનાં પેકેટની ૮૫ ટકા જગ્યા ઉપર લખવાનું ફરજિયાત બનશે.

સિગારેટનું સેવન કરનારે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનવું રહ્યું. તેથી જ તો કહેવાયું છે કે ‘નિષ્ફળ જવું તેમના માટે જ અધરું છે જેઓએ ક્યારેય સફળ થવા માટે પ્રયત્ન કર્યો ના હોય’.