ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 29 ઑક્ટોબર 2014 (12:27 IST)

બીજેપીના તીખા તેવર,ઉદ્ધવ ઠાકરેને માફી માંગવા કહ્યુ

ભાજપાએ શિવસેના સાથે બીજીવાર ગઠબંધનના મુદ્દે પોતાનુ મૌન તોડ્યુ નથી. મંગળવારે દેવેન્દ્ર ફડણવીસને ભાજપા ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં અવ્યા. 31 ઓક્ટોબરના રોજ તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે. 
 
અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે પાર્ટી શિવસેનાના સમર્થનથી સરકાર બનાવશે કે પછી અન્ય રીતથી. શિવસેના નેતા સંજય રાઉત સતત કહી રહ્યા છે કે ભાજપા અને શિવસેના ગઠબંધનની સરકાર બનાવશે. તેમને તો એ પણ દાવો કર્યો છે કે બંને દળો વચ્ચે 31 સુધી સમજુતી થઈ જશે. જો કે શિવસેના દ્વારા મનાવવાના પ્રયત્નોને ભાજપાએ સકારાત્મક જવાબ નથી આપ્યો.  
 
બીજી બાજુ જાણવા મળ્યુ છે કે કેન્દ્રીય નેતૃત્વએ ઈચ્છા બતાવી છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાના જુના નિવેદનો માટે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહ પાસે માફી માંગે.  ત્યારબાદ જ ગઠબંધન પર વાતચીત થઈ શકશે.  
 
ઉદ્ધવ ઠાકરેએ કરી હતી તીખી ટિપ્પણીયો 
 
અંગ્રેજી દૈનિક ઈંડિયન એક્સપ્રેસના એક કેંન્દ્રીય મંત્રીના હવાલાથી કહેવામાં આવ્યુ કે ભાજપા શિવસેનાના ગઠબંધન પર નિર્ણય થઈ જશે. પણ પહેલા પ્રધાનમંત્રી નરેદ્ંર મોદી અને અમિત શાહ વિરુદ્ધ આપેલ નિવેદનો માટે માફી માંગવી પડશે. 
 
કેન્દ્રીય મંત્રીનુ કહેવુ છે કે ઉદ્ધવ ઠાકરેના નિવેદનો પર પાર્ટીને આપત્તિ છે. તેના પર વાત થયા પછી જ આગળ વાત થશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી દરમિયાન શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરુદ્ધ તીખી ટિપ્પણીઓ કરી હતી. 
 
તેમણે કહ્યુ હતુ કે ભાજપાના સ્ટાર કૈપેનર અફજલ ખાનની ઔલાદ જેવા છે. તુલજાપુરની એક જનસભાને સંબોધિત કરતા તેમણે કહ્યુ હતુ કે પહેલા મોદીજી પ્રચાર કર્વા આવ્યા અને ત્યારબાદ આખુ કેબિનેટ મહારાષ્ટ્રમાં પ્રચાર કરી રહ્યુ છે.  આ અફઝલ ખાનની સેના જેવા છે જે મહારાષ્ટ્રને જીતવા માંગે છે.  
 
મોદીના પિતાને પણ ઉદ્ધવ ઠાકરેએ છોડ્યા નહોતા 
 
જનસભાઓ ઉપરાંત શિવસેનાના મુખપત્ર સામનામાં પણ ઉદ્ધવે અનેકવાર મોદી પર તીખા હુમલા કર્યા હતા.  
 
મતદાનના એક દિવસ પહેલા સામનામાં લખેલ લેખમાં તેમણે કહ્યુ હતુ કે લોકસભા ચૂંટ્ણી પછી ભાજપાએ શિવસેનાને બાજુ પર મુકી દીધુ. શિવસેનાને કારણે જ તેમણે લોકસભા ચૂંટણીમાં બહુમત મળ્યુ હતુ. મહારાષ્ટ્રમાં શિવસેના વગર નરેન્દ્ર મોદીના બાપ દામોદરદાસ મોદી પણ જીતી શકતા નહોતા. 
 
સૂત્રોનુ કહેવુ છે કે ભાજપાએ શિવસેનાને કહ્યુ છે કે ઉદ્ધવ પોતાના નિવેદનો માટે પહેલા માફી માંગે. ભલે તેઓ માફી વ્યક્તિગત રૂપે માંગે કે પછી સાર્વજનિક રૂપે. આ ઉપરાંત ભાજપાએ શિવસેના સામે શરત વગર સમર્થનની શરત પણ મુકી છે.