ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 31 માર્ચ 2015 (13:57 IST)

બાબરી મસ્જિદ મુદ્દો - સુપ્રીમ કોર્ટે અડવાણી જોશી સહિત 20 લોકોને નોટિસ મોકલી

સુર્પીમ કોર્ટે બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે મંગળવારે ભાજપા નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સહિત 20 લોકોને નોટિસ મોકલી છે. તેમના વિરુધ ષડયંત્ર રચવાના આરોપ હટાવવાનો વિરોધ કરનારી સંબંધી અરજી પર તેમણે નોટિસ રજુ કરવામાં આવી. 
 
બીજી બાજુ સુર્પીમ કોર્ટે આ મામલે સીબીઆઈને પણ નોટિસ મોકલી છે. આ મામલે અરજીમાં જવાબ આપવા સીબીઆઈ અને અન્ય ચાર અઠવાડિયાનો સમય આપ્યોછે. હાજી મહેમૂદ અહમદની અરજી પર આ નોટિસ મોકલવામાં આવી છે. તેમણે બાબરી મામલે અડવાણી અને અન્ય વિરુદ્ધ આરોપ હટાવવા વિરુદ્ધ અપીલ કરી હતી. અહમદે એ આરોપ લગાવ્યો હતો કે સીબીઆઈ તેમના વિરુદ્ધ નરમ વલણ અપનાવી રહી છે. 
 
અરજીમાં દાવો છે કે સીબીઆઈ આ આખા મામલામાં અડવાણીને બચાવવાનો પ્રયત્ન કર્યો. આ અરજીમાં 2010માં આવેલ ઈલાહાબાદ હાઈકોર્ટના એ નિર્ણયને પડકાર આપ્યો છે જેમા અડ્વાણીને બાબરી મસ્જિદ તોડવાના આરોપમાં છોડી દેવામાં આવ્યા હતા. આ અરજી ફૈજાબાદમાં રહેનારા હાજી મહેમૂદ અહમદની તરફથી દાખલ કરવામાં આવી હતી જે છેલ્લા 45 વર્ષથી જોડાયેલ છે.