બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 23 નવેમ્બર 2015 (14:49 IST)

જમ્મુ: વૈષ્ણોદેવી જઈ રહેલ હેલીકૉપ્ટર કટરમાં ક્રૈશ, પાયલોટ સહિત 7ના મોત

જમ્મુના કટરામાં એક હેલીકૉપ્ટર ક્રેશ થઈ ગયુ છે. આ દુર્ઘટનામાં  પાયલોટ સહિત 7ના મોત થયા છે. આ હેલીકોપ્ટર વૈષ્ણોદેવી શ્રદ્ધાળુઓને લઈને જઈ રહ્યા હતા. 
 
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ આ હેલીકોપ્ટર કટરાથી સાંઝી છત જઈ રહ્યા હતા. આ હેલીકોપ્ટર ખાનગી કંપની હિમાલયન હેલી સર્વિસનુ હ અતુ. આ કંપચી ચાર ઘામ યાત્રા માટે હેલીકોપ્ટર સેવા પુરી પાડે છે. 
સ્થાનીક મીડિયા મુજબ આ દુર્ઘટનાનુ કારણ ખરાબ વાતાવરણ હોઈ શકે છે. દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી  છે. 
 
ઉલ્લેખનીય છે કે વેષ્ણોદેવીમાં હજારો શ્રદ્ધાળુ રોજ દર્શન માટે જાય છે. આ ભારતના મુખ્ય ધાર્મિક સ્થળોમાંથી એક છે. અગાઉ નવરાત્રિમાં એક લાખથી વધુ લોકો અહી દર્શન માટે પહોંચ્યા હતા. 


અગાઉ પણ આવી દુર્ઘટનાઓ થઈ હતી 
 
- 30 જાન્યુઆરી 2001ના રોજ સેના ચેતક હેલીકોપ્ટર સાંઝી છતમાં ક્રેશ થયુ હતુ 
-  30 ડિસેમ્બર 2012ના રોજ કટરામાં થયેલ પવનહંસ હેલીકોપ્ટર ક્રેશમાં બ્રિગેડિયર રમન સહગલ, બે પૈરા કમાંડો એક પાયલોટ અને કો પાયલોટ સહિત પાંચ લોકોનુ મોત થયુ હતુ. 
-  1988 જુલાઈમાં પણ સાંઝી છતમાં એક હેલીકોપ્ટર ક્રૈશ થયુ હતુ. જેમા સવાર બધા લોકોનુ મૃત્યુ થયુ હતુ.