શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 21 એપ્રિલ 2015 (11:16 IST)

AAP એ ચાર બાગિયોને કાઢ્યા : શાંતિ ભૂષણ બોલ્યા - હુ બાગી, મને પણ કાઢો

આમ આદમી પાર્ટી(આપ)થી ચાર બાગી નેતાઓને કાઢ્યા પછી પાર્ટીમાં બગાવત ઝડપી થઈ ગઈ છે.  બહાર કરેલા નેતાઓમાંથી એક પ્રશાંત ભૂષણના પિતા અને પાર્ટીના સંસ્થાપક સભ્ય શાંતિ ભૂષણે કહ્યુ, 'હુ કેજરીવાલને ઓળખવામાં ભૂલ કરી. મેં   પણ સ્વરાજ સંવાદ સંમેલનમાં ભાષણ આપ્યુ હતુ. પાર્ટીએ મને કેમ બહાર ન કર્યો.   કેજરીવાલ જેવા દેખાય છે તેવા નથી. તેમનો અસલી ચેહરો દેશની સામે આવી ગયો છે. કેજરીવાલ કાઠની હાંડી જેવો વ્યવ્હાર કરી રહ્યા છે. પણ તેમને એ ધ્યાન રાખવુ જોઈએ કે આ આગ એક વાર જ ચઢે છે વારેઘડીએ નહી.  
 
સોમવારે રાત્રે પાર્ટીની અનુશાસન સમિતિએ પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ અને પ્રોફેસર આનંદ કુમારને મોકલાયેલ શોકૉઝ નોટિસનો જવાબ સંતોષજનક ન જોવા મળતા પાર્ટીમાંથી કાઢવમાં આવ્યા હતા. અજીત ઝા ને પણ કારણ બતાવો નોટિસ રજુ કરવામાં આવી હતી. તેમનો જવાબ સોમવારે નહોતો આવ્યો. પણ તેમણે પણ બહાર કરવાનો નિર્ણય સંભળાવી દીધો હતો.  બહાર કરવામાં આવેલા  બધા નેતાઓ પર મુખ્ય રૂપે પાર્ટી વિરોધી ગતિવિધિઓનો આરોપ લગાડવામાં આવ્યો છે.  
 
પ્રશાંત ભૂષણે કહ્યુ છે કે આપ હવે ખાપ પંચાયતની જેમ કામ કરી રહી છે.  પાર્ટીમાંથી કાઢ્યા પછી યોગેન્દ્ર યાદવે કહ્યુ કે તેમને પોતાના જ ઘરમાંથી ધક્કો મારી કાઢી મુક્યા છે. જો કે યોગેન્દ્ર યાદવે કહ્યુ કે આ વાતનો  અંદાજ તેમને ખૂબ પહેલા જ હતો અને તેમા કોઈ નવી વાત નથી. યોગેન્દ્ર યાદવે કહ્યુ કે તેમને પાર્ટીમાંથી કાઢવા એક નવી લાંબી અને સુખદ યાત્રાની શરૂઆત છે.