શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 31 ઑક્ટોબર 2014 (12:15 IST)

શિવસેનાનો ભાજપા પર પલટવાર - "અમે નમતા નથી નમાવીએ છીએ'

મહારાષ્ટ્રમાં નવી સરકારના શપથ ગ્રહણના પહેલા શિવસેનાએ ભાજપા વિરુદ્ધ સોશિયલ વોર છેડી દીચુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહે માફી માંગવાના મુદ્દે શિવસેનાએ ભાજપાને જોરદાર જવાબ આપ્યો છે. 
 
ભાજપાના વિરોધની કમાન શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેની અધ્યક્ષતાવાળા યુવા સેનાએ સાચવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ પોસ્ટમાં ભાજપાને નિશાન બનાવતા લખ્યુ છે કે અમે નમતા નથી નમાવીએ છીએ. શિવસેના સ્ટાઈલમાં આ વાક્ય ભાજપા માટે કડક સંદેશ છે. 
 
યુવા સેનાની તરફથી વાયરલ થયેલ પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દિવંગત બાળ ઠાકરેને નમન કરતા બતાવ્યા છે. આ તસ્વીરની સાથે લખ્યુ છે કે હમ ઝુકતે નહી હૈ ઝુકાતે હૈ. આનાથી એક દિવસ ફરી ભાજપા અને શિવસેના વચ્ચે કડવાશનુ વાતાવરણ દેખાય રહ્યુ છે.  
 
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે મીડિયા રિપોર્ટમાં ભાજપાના એક વરિષ્ઠ નેતાના હવાલાથી કહેવામાં આવ્યુ હતુ કે જ્યા સુધી શિવસેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહ પાસે માફી નથી માંગતી ત્યા સુધી તેમને મહારાષ્ટ્રની ભાજપા સરકારમાં લેવામાં નહી આવે. 
 
ફડનવિસને બતાવ્યા અજાતશત્રુ 
 
જો કે આના પર મહારાષ્ટ્ર ભાજપનાઅ વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે સફાઈ આપી હતી કે માફી માંગવા જેવી કોઈ વાત નથી. અમે મોટા દિલના છીએ. કોઈપણ પાર્ટી પાસે માફી માંગીને રાજનીતિ નથી કરવામાં આવતી. 
 
તેમ છતા યુવા સેનાએ ભાજપા વિરુદ્ધ સોશિયલ વોર શરૂ કરી દીધુ છે. આ મુદા પર મહારાષ્ટ્ર ભાજપાના નેતાઓએ યુવા સેનાના પોસ્ટ પરથી હાથ ખંખેરી લીધા છે. પ્રદેશ ભાજપા પ્રવક્તા અવધૂત વાઘે યુવા સેનાના આ હુમલાને ધ્યાનમાં લીધુ નથી. તેમણે કહ્યુકે અમે સત્તાધારી પાર્ટી છીએ અને આવી વસ્તુઓને મહત્વ આપતા નથી.  
 
શિવસેનાએ ફડનવીસને અજાતશત્રુ કહ્યા
 
એક તરફ શિવસેનાએ સોશિયલ મીડિયા પર ભાજપા વિરુદ્ધ વોર છેડી દીધુ છે તો બીજી તરફ ભાવિ મુખ્યમંત્રી દેવેન્દ ફડનવીસના ગુણગાન શરૂ કરી દીધા છે. ફડનવીસે ચૂંટણી દરમિયાન શિવસેનાને શ્વિઆજી મહારાજના નામ પર હફતા વસૂલ કરનારી પાર્ટી કહીને નિશાન સાધ્યુ હતુ. એ વાતને ભૂલીને શિવસેનાએ ફડનવીસને અજાતશત્રુ બતાવવા લાગી છે. 
 
શિવસેનાના મુખપત્રમાં ગુરૂવારે કહેવાયુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્દ્ર મોદી અને મુખ્યમંત્રી ફડનવીસના સમીકરણથી મહારાષ્ટ્રમાં સારા દિવસો આવવામાં હવે કોઈ અવરોધ નથી.  
 
એનસીપી પાસે સમર્થન લેવા પ્રત્યે ચેતાવ્યા 
 
શિવસેનએ એનસીપી પાસેથી સમર્થન લેવા પ્રત્યે ભાજપાને ચેતાવ્યા છે. પાર્ટીએ કહ્યુ છે કે એનસીપીના રોમ રોમમાં ભ્રષ્ટાચાર છે. તેથી તેમનુ સમર્થન લેવા પર સરકારની પવિત્રતા પર સવાલ ઉઠશે. 
 
હાલ શિવસેના નવી સરકારમાં જોડાવવાના મુદ્દે અનિશ્ચિતતાની સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. તેથી ભાજપાને એનસીપીથી દૂર રહેવાની વાત કરી રહી છે. શિવસેના આ સારી રીતે જાણે છે કે જો ભાજપા સરકાર બાનાવવા માટે એનસીપીનુ પરોક્ષ સમર્થન નહી  લે તો શિવસેનાનો નવી સરકારમાં સામેલ થવાનો રસ્તો સાફ થઈ જશે.