બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 9 ફેબ્રુઆરી 2016 (17:55 IST)

બરફની અંદર 6 દિવસ છતા જીવીત કેવી રીતે ? જાણો શુ કહે છે ડોક્ટર

સિયાચિન ગ્લેશિયર પર હિમસ્ખલનમાં છ દિવસ પહેલા દબાયેલ ભારતીય સેનાનો એક જવાન જીવતો બચી ગયો છે.  લાંસ નાયક હનમનથપ્પા લગભગ 6000 મીટરની ઉંચાઈ પર સિયાચિન ગ્લેશિયરમાં જ્યારે બચાવ કર્મચારીઓએ તેમને કાઢ્યા ત્યારે તેઓ અનેક મીટર બરફની અંદર જીવતા દબાયેલા હતા 
 
તેમની તાજી સ્થિતિ હાલ કેવી છે એ વિશે માહિતી મળી નથી. પણ આટલા લાંબા સમય સુધી બરફમાં દબાયેલા રહ્યા પછી જીવતા બચી જવાને અનેક લોકો ચમત્કાર કહી રહ્યા છે. લાંસ નાયક હનમનથપ્પા ઉપરાંત ભારતીય સેનાના નવ અન્ય જવાન પણ આ દુર્ઘટનાનો શિકાર થયા હતા. પણ તેમનુ મોત થઈ ગયુ. 
 
દિલ્હીના ગંગારામ હોસ્પિટલમાં સાંધાના ડોક્ટર (લેફ્ટિનેટ જનરલ) વેદ ચતુર્વેદી સાથે વાત કરી. તો ભારતીય સેનામાં ડાયરેક્ટર જનરલ મેડિકલ સર્વિસેજ હતા. જાણો શુ કહે છે આ અંગે ડોક્ટર 
 
1. આને (લાંસ નાયક હનમનથપ્પાના જીવતા બચવાને) વિજ્ઞાનમાં અચંબો જ કહેવાશે. જો કે વિજ્ઞાન પાસે તેનો સ્પષ્ટ જવાબ નથી. બની શકે કે જવાનને ક્યાકથી ઓક્સીજન મળી રહ્યુ હોય. બની શક કે તે એકદમ તંદુરસ્ત અને ફિટ હોય. આ કહેવુ મુશ્કેલ છે કે આવી વિષમ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ કેવી રીતે બચી જાય છે.  એ જ કારણ છે કે રાહત કર્મચારી ક્યારેય પણ શોધ કરવાનુ છોડતા નથી. 
 
2. આ ઘટનાથી સાબિત થાય છે કે શૂન્યથી નીચે તાપમાન પર જીવિત રહેવા પર શોધ થવી જોઈએ. એ સમજવુ જરૂરી છે કે શુ ઓછા તાપમાન માત્રથી મોત થઈ શકે છે ? આવી બીજી ઘટનાઓની પણ તપાસ થવી જોઈએ. તેનાથી એ પણ સવાલ ઉઠી શકે છે કે ઊંચાઈ પર જો વ્યક્તિ ખૂબ જ ઓછા તાપમાનમાં રહે તો શુ તે બચી શકે છે ? અમને આ અંગે જાણ નથી. 
 
3. લાંબા સમય સુધી શૂન્યથી નીચે તાપમાનમાં રહેવાથી દિલની ધડકન તેજ થઈ જાય છે. મતલબ દિલ ઝડપથી કામ કરે છે અને દિલની ધડકન બંધ થઈ જવાનુ સંકટ ઉભુ થાય છે. આજે પણ ઉંચાઈ પર મોટાભાગના મૃત્યુ હાપો મતલબ હાઈ એલ્ટીટ્યૂડ પલ્મનરી ઈડીમાથી થાય છે. તેમા વ્યક્તિના ફેફસામાં પાણી ભરાય જાય છે.  તેનો એક જ ઈલાજ છે કે વ્યક્તિને નીચે લઈ જવામાં આવે.  લેહમાં ભારતીય સેનાનુ એક આધુનિક હોસ્પિટલ છે. હોસ્પિટલમાં એક ચેંબર છે. જ્યા ઓક્સીજન ખૂબ છે. અમે પીડિત વ્યક્તિને ત્યાં મુકી દઈએ છીએ અથવા તો તેને ચંડીગઢ મોકલી દઈએ છીએ.   ઘણા લોકોને જલ્દી હાપો થઈ જાય છે.  કેટલીક દવાઓ આપવામાં આવે છે જેથી ફેફસામાં પરિવર્તન ન થાય. જવાનોને ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ઉપરાંત જવાનોને બતાડવામાં આવે છે કે તેઓ ખુદને ઠંડીના અનુરૂપ કેવી રીતે તૈયાર કરે અને શુ સાવધાની રાખે. આ વિશે અનેક અભ્યાસ કરવામાં આવ્યા છે. 
 
4. આ ઉપરાંત અનેક જવાનોમાં એક્યૂટ માઉંટેન સિકનેસની ફરિયાદ હોય છે. તમે અનુભવ્યુ હશે કે પર્વત પર જવાને કારણે ક્યારેક માથામાં દુખાવો થાય છે.  ઉલ્લેખનીય છે કે ઉંચાઈ પર ઓક્સીજન ઓછુ હોવાને કારણે મસ્તિષ્ક પર દબાણ વધી જાય છે. 
 
5. ઠંડીથી એક વધુ ખતરનાક સ્થિતિ ઉભી થઈ શકે છે - થ્રાંબોસિસ. ઉલ્લેખનીય છે કે ઊંચાઈથી શરીરમાં લોહી જામવુ વધી જાય છે. ઠંડીથી દિલમાં કે મગજમાં થક્કા જમી શકે છે. ઊંચાઈ પર મૃત્યુના અનેક કારણ હોઈ શકે છે પણ વ્યક્તિ કેમ બચી ગયો એ સમજવુ મુશ્કેલ હોય છે. તેનાથી જાણ થાય છેકે પ્રકૃતિની 90 ટકા વાતો આજે પણ આપણને ખબર નથી. 
 
6. ખૂબ ઠંડીથી લોહી જામી શકે છે. આંગળીઓ ગળી જાય છે. નિમોનિયા કે ઈંફેક્શન થઈ જાય છે. ખૂબ ઠંડીથી ગૈગરીન થઈ શકે છે કે શરીરનો કોઈ ભાગ સડી જાય છે. 
 
7. આ કારણે સૈનિકો માટે લેહ જેવા સ્થાન પર જવા માટે નિશ્ચિત કાર્યક્રમ હોય છે. સૈનિકોને આદેશ હોય છે કે તેઓ પહેલા દિવસે પુર્ણ આરામ કરે. મોટાભગના પર્યટકો આવુ નથી કરતા. બીજા દિવસે જવાન માત્ર લેહની અંદર એ જ ઊંચાઈ પર ફરી શકે છે. લેહથી ઉપર જવા માટે જુદુ રૂટીન નક્કી હોય છે.