શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 4 મે 2015 (16:37 IST)

સમલૈગિંક પુત્રના લગ્ન કરાવવા માંગતા હતા શ્રીનિવાસન, પત્રો દ્વારા ખુલાસો

બીસીસીઆઈના પૂર્વ પ્રમુખ એન શ્રીનિવાસનના સમલૈંગિક પુત્રએ સોમવારે આરોપ લગાવ્યો કે પોતાના પરિવારની વિરાસ્ત આગળ વધારવા માટે તેમના પિતા મહિલાની સાથે લગ્ન કરવા માટે તેમના પર દબાણ બનાવી રહ્યા છે. 
 
શ્રીનિવાસનના પુત્ર અશ્વિન શ્રીનિવાસને સમાચાર પત્ર ડીએનએ ને આપેલ એક ઈંટરવ્યુમાં આ સનસનીખેજ ખુલાસો કર્યો છે. 
 
ડીએનએની સાથે વાતચીતમાં અશ્વિને કહ્યુ, 'હુ ઈચ્છુ છુ કે મારા પિતા પરિવારની સંપત્તિમાં મને પોતાનો ભાગ આપે અને મને મારી જીંદગીમાં જીવવા દે. હુ મારા પાર્ટૅનર અવિ સાથે રહેવા માંગુ છુ. અમને અમારી ઈચ્છા વિરુદ્ધ બંધક બનાવવામાં આવી રહ્યા છે અને મારા પિતા અમને પ્રતાડિત કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે હુ અવિ સાથેના સંબંધ સમાપ્ત કરી દઉ. તેઓ ઈચ્છે છે કે પરિવાર વધારવા માટે હુ સ્ત્રી સાથે લગ્ન કરુ.' 
 
અશ્વિને આરોપ લગાવ્યો કે હાલ અમને બંનેને તેમણે ચેન્નઈના બોટ ક્લબની પાસે પોતાના ઘરમાં કેદ કરી રાખ્યા છે. 
 
અશ્વિનના મુજબ એક પત્રમાં તેના પિતાએ લખ્યુ છે કે તે અને તેમની મા અશ્વિનને ખૂબ પ્રેમ કરે છે અને ઈચ્છે છે કે તેઓ તેમની વિરાસત સાચવે. અશ્વિનના મુજબ પોતાની આ ઈચ્છાને પુરી કરવા માટે શ્રીનિવાસન તેમની પર દબાણ બનાવી રહ્યા ક હ્હે.  અશ્વિન અને તેમના પિતાની વચ્ચે આ ઝગડો વર્ષ 1998થી ચાલી રહ્યો છે.  
 
અશ્વિને ખુદને સાર્વજનિક રૂપે સમલૈંગિક જાહેર કરી દીધા હતા. ત્યારબાદથી તેઓ પોતાના પિતાથી જુદા રહી રહ્યા છે.  અશ્વિન શ્રીનિવાસનના એકમાત્ર પુત્ર છે અને તેમની એક બહેન છે. જેના લગ્ન ગુરૂનાથ મયપ્પન સાથે થયા છે. ઉલ્લેખનીય છે કે આઈપીએલ મેચ ફિક્સિંગ મામલે ગુરૂનાથ મયપ્પન દોષી સાબિત થઈ ચુક્યા છે.