શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 7 જુલાઈ 2015 (13:14 IST)

વ્યાપમ કૌભાંડ - સીબીઆઈ તપાસની માંગ પર 9 જુલાઈના રોજ સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

મધ્યપ્રદેશના વ્યાપમ (વ્યવસાયિક પરીક્ષા મંડળ) કૌભાંડની સીબીઆઈ તપાસની માંગ કરનારી અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ ગયુ છે. આ અરજી કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે લગાવી છે. જેના પર સુનાવણી 9 જુલાઈના રોજ થશે. આ મામલે ચાર અરજીઓ સુપ્રીમ કોર્ટમાં લગાવાઈ હતી. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ ઉમા ભારતીએ પણ આ મામલાની સક્ષમ તપાસ કરાવવાની માંગ કરી છે. 
 
મંગળવારે ચીફ જસ્ટિસ એચ.એલ્ દત્તૂની આગેવાનીવાળી બેંચ મામલે ત્વરિત સુનાવણીની અપીલ સ્વીકાર કરતા તે 9 જુલાઈન રોજ આ મામલાની સુનાવણી કરશે. પીઠે કહ્યુ કે અમે બધા મામલાને એક સાથે લઈ શકીએ છીએ.  આ સુનાવણી નવ જુલાઈના રોજ થશે. વ્યાપમ મામલાની સીબીઆઈ તપાસની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે અને આ મામલે ચાર અરજીઓ સુપ્રીમ કોર્ટમાં લગાવાઈ હતી. મધ્ય પ્રદેશ સરકારનુ કહેવુ છે કે આ મામલાની તપાસ હાઈકોર્ટની નજરમાં એસઆઈટી અને એસટીએફ કરી રહી છે. તેથી તેની સીબીઆઈ તપાસની જરૂર નથી.