શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: દિલ્હી. , શનિવાર, 13 સપ્ટેમ્બર 2014 (12:00 IST)

સુરેન્દ્ર કોલીની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ

નિઠારી હત્યાકાંડના દોષી સુરેન્દ્ર કોલીની ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે ફરી 29 ઓક્ટોબર સુધી અટકાવી દીધી છે. આજે ઓપન કોર્ટમાં તેની અરજી અંગે સુનાવની કરતા કોર્ટે સજા અટકાવવાનો  હુકમ કર્યો હતો. 
 
કોલી હાલ મેરઠની જેલમાં બંધ છે. જ્યા તેને ફાંસી આપવામાં આવનાર છે. અગાઉ ગત રવિવારે કોલીના વકીલ દ્વારા અરજીને પગલે સુપ્રીમ કોર્ટના જજ એચ.એલ દત્તુએ મોડી રાત્રે કોલીની ફાંસીની સજા પર મનાઈ ફરમાવી હતી. 
 
આજે ફરી સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તેની ફાંસી અટકાવી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં કહ્યુ હતુ કે ફાંસી મેળવનારા દોષીઓ દય અરજી ફગાવ્યાના એક મહિનામાં તેઓ ફરી અરજી કરી શકે છે. કોર્ટનુ કહેવુ છ એકે તેમની અરજી પર ઓપન કોર્ટમાં સુનાવણી કરવામાં આવે તે તેમનો મૂળભૂત અધિકાર છે.  
 
સમાચાર એજંસી IANSના અહેવાલો પ્રમાણે કોલીએ હાલમાં જ જેલના અધિકારીઓને ફાંસી આપતા પીડા થાય છે કે કેમ તે અંગે પુછ્યુ હતુ. આ પૂર્વ આઠ વર્ષ બાદ તેણે તેની માતા સાથે પણ મુલાકાત કરી હતી. 
 
નોયડા નજીકના નિઠારી ગામના ઉદ્યોગપતિ મહિન્દ્ર પંઢેરના નોકર એવા સુરિન્દર કોલીએ તપાસ દરમિયાન સ્વીકાર્યુ હતુ કે તેણે બાળકોની હત્યા કર્યા પૂર્વે તેમની સાથે સેક્સ કર્યુ હતુ. એટલુ જ નહી કેટલા બાળકોને તે રાંધીને ખાઈ ગયો હતો. 
 
વર્ષ 2005થી 2008 દરમિયાન નોયડામાં અનેક બાળકો ગુમ થયા હતા. આ દરમિયાન નિઠારીમાં બંગલો ધરાવતા મહિન્દર પંઢેરે આવા બાળકોનુ જાતીય શોષણ કર્યા બાદ તેમને નોકર સુરિન્દરના હવાલે કર્યા હતા. સુરિન્દરે આવા બાળકોની હત્યા કરતા પહેલા તેમનુ જાતીય શોષણ કર્યુ હતુ. 
 
વર્ષ 2005મા રિમ્પા હલ્દરની ક્રૂર હત્યા માટે કોહલીને ગાઝિયાબાદની કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. જેને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખી. આ સાથે જ ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રપતિ પણ તેની દયા માફી અરજી ફગાવ્યા બાદ ગત સપ્તાહે તેનુ ડેથ વોરંટ જાહેર કર્યુ હતુ.