મંગળવાર, 19 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 5 ઑક્ટોબર 2016 (11:38 IST)

સર્જિકલ સ્ટ્રાઈકની વીડિયો રજુ કરવા પર સેના રાજી, PM મોદી લેશે અંતિમ નિર્ણય

ભારતીય સશસ્ત્ર સેનાએ સરકારને Pokમાં આતંકી ઠેકાણા પર કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઈકની વીડિયો ફુટેજ ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.  જેનાથી સરકાર પોતાના પક્ષ મજબૂતી સામે મુકી શકે છે. તેના પર અંતિમ નિર્ણય પ્રધાનમંત્રી કાર્યાલય લેશે.  એક અંગ્રેજી છાપા મુજબ અનેક સૈન્ય અધિકારીઓનુ કહેવુ છે કે સેના ઈચ્છે છે કે ભારત પુરાવાને શેર કરે.  જેનાથી એ લોકોને જવાબ આપી શકે જેનુ કહેવુ છે કે સર્જિકલ સ્ટ્રાઈક થઈ જ નથી. 
 
હાલ પત્તા ખોલવાના મૂડમા નથી સરકાર 
 
પાકિસ્તાની સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઈકથી ઈંકાર કરવાના દાવા પછી આ ભલામણ આપી દીધી છે. ભારતમાં જ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ નેતા સંજય નિરુપમ સહિત અનેક વિપક્ષી દળોના નેતાઓએ પણ સર્જીકલ સ્ટ્રાઈક સાથે જોડાવવાના પુરાવાની માંગ કરી છે.  બીજી બાજુ અનેક વરિષ્ઠ સૈન્ય અધિકારીઓનુ કહેવુ છે કે સ્ટ્રાઈકની ફુટેજ શેર કરવામાં આવે કે નહી એ પાકિસ્તાનના વલણ પર નિર્ભર કરે છે.   સરકાર હાલ પત્તા ખોલવાના મૂડમાં લાગતી નથી અને રાહ જોઈ રહી છે.