શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 5 ઑક્ટોબર 2016 (12:08 IST)

સર્જિકલ સ્ટ્રાઈક પર PAK બેનકાબ, પ્રત્યક્ષદર્શી બોલ્યા - ટ્રકો દ્વારા લઈ જવાઈ હતી આતંકીઓની લાશ... થયો હતો ગોળીબાર

ગયા અઠવાડિયે નિયંત્રણ રેખા પાસે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઈક સાથે જોડાયેલ મોટો ખુલાસો થયો છે. LoC પાસે રહેનારા લોકોનો દાવો છે કે 29 સપ્ટેમ્બરની રાત્રે થયેલ હુમલમાં માર્યા ગયેલા લોકોની લાશોને સવાર પહેલા જ ટ્રકમાં ભરીને લઈ જવામાં આવી અને તેમને દફન કરી દેવામાં આવી. માર્યા ગયેલા લોકોનો અંતિમ સંસ્કાર ચુપચાપ રીતે કરવામાં આવ્યો.  પાકિસ્તાન સર્જીકલ સ્ટ્રાઇકને લઇને દાવો કરે છે પરંતુ આ ઘટનાને નજરે નિહાળનારા લોકોનું કહેવુ છે કે, તેઓએ હુમલાની રાત્રે મોટા-મોટા ધડાકા સાંભળ્યા હતા.
 
 ઇન્ડિયન એકસપ્રેસના અહેવાલ અનુસાર એક વ્યકિતએ એવુ પણ જણાવ્યુ હતુ કે, જેહાદીઓના ગુપ્ત ઠેકાણાઓનો સફાયો કરી દેવામાં આવ્યો છે. એ વખતે બંને પક્ષો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. આ લોકોના નિવેદનથી ભારતીય સેનાના દાવાની પુષ્ટી થાય છે અને જેમાં તેમણે આતંકી લોન્ચ પેડ વિરૂધ્ધ હુમલો કર્યાનું જણાવ્યુ હતુ.
 
 લાઇન ઓફ કંટ્રોલની નજીક રહેતા લોકો સામે આવ્યા છે જેમનો દાવો છે કે તેમણે સર્જીકલ સ્ટ્રાઇની ગતિવિધિ અને તેમના પરિણામો નિહાળ્યા હતા. એ લોકોએ જણાવ્યુ હતુ કે, માર્યા ગયેલા લોકોને ટ્રકોમાં ભરીને સળગાવવા માટે લાવવામાં આવ્યા હતા. કેટલાકે એમ પણ કહ્યુ હતુ કે, ગોળીબાર પણ થયા હતા અને લોન્ચ પેડ નષ્ટ થયા હતા.  જો કે લોકોનુ માનવુ છે કે, આ સર્જીકલ સ્ટ્રાઇકમાં ત્રાસવાદીઓને એટલુ નુકસાન નથી થયુ જેટલુ ઇન્ડિયન આર્મી અને મીડીયા જણાવે છે. આ લોકોનું કહેવુ છે કે, માર્યા ગયેલા ત્રાસવાદીઓની સંખ્યા ૩૮થી ઓછી હશે અને નુકસાન પણ ઓછુ થયુ હશે. આ લોકો ભારત તરફ રહે છે. આ લોકોએ એ વિસ્તારનો પણ ઉલ્લેખ કર્યો કે જયાં સર્જીકલ સ્ટ્રાઇક થઇ હતી. 
 
   પ્રત્યક્ષદર્શીમાંથી બે લોકોએ સર્જીકલ સ્ટ્રાઇકને સૌથી નજીકથી નિહાળી હતી. તેઓનુ કહેવુ છે કે અલ હવાઇ નામનો એક પુલ છે તેની પાસેનુ બિલ્ડીંગ નષ્ટ કરી દેવાયુ છે એ જગ્યાએથી ત્રાસવાદીઓ સામાન લઇને ભારત તરફ નીકળતા હોય છે. આ લોકોએ કહ્યુ હતુ કે, 5 થી 6 મૃતદેહને સવારે ટ્રકમાં ભરીને લાવવામાં આવ્યા હતા. એક પ્રત્યક્ષદર્શીનું કહેવુ છે કે, ભારતીય આર્મીએ  આર્મીએ ખેરાતીબાગમાં બનેલી એક ત્રણ માળની ઇમારતને પણ નષ્ટ કરી છે.  તેમના કહેવા મુજબ અને ગુપ્ત એજંસીના રેકોર્ડ મુજબ સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા ભારતીય અધિકારીઓને બતાવવામાં આવેલ 38-50 આંકડાથી ઓછી હોઈ શકે છે.