શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 3 ફેબ્રુઆરી 2016 (12:31 IST)

પાકિસ્તાન વીઝા આપવા તૈયાર, અનુપમ બોલ્યા - 'આભાર પણ હવે નથી જઉં પાકિસ્તાન'

બોલીવુડ અભિનેતા અનુપમ ખેરને પાકિસ્તાનના વીઝા ન આપવા મામલે હવે નવો મુદ્દો સામે આવી ગયો છે. વિવાદ વધ્યા પછી ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશ્નર અબ્દુલ બાસિતે અનુપમ ખેરને ફોન કરીને તેમને વીઝાની ઓફર કરી.   પણ અભિનેતાએ આભાર સાથે વીઝા લેવાની ના પાડી દીધી. 
 
વીઝા ઓફરનો ઈનકર કરતા અનુપમ ખેરે કહ્યુ, "અબ્દુલ બાસિતજી કોલ કરવા અને કરાચી જવા માટે વીઝાની ઓફર આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હુ તમારા આ નિવેદનનુ સન્માન કરુ છુ. પણ બદનસીબે મે હવે મારી આ ડેટ્સ ક્યાય બીજે આપી દીધી છે." 
 
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના શહેર કરાચીના લિટરેચર ફેસ્ટિવલમાં અનુપમ ખેરને જવાનુ હતુ. પણ વીઝા ન મળવાને કારણે તે ભાગ લઈ શકે તેમ નહોતા. અનુપમ ખેરનુ કહેવુ છે કે તેમને વીઝા એપ્લાય કર્યો હતો. પણ તેમને આપવામાં આવ્યો નહી.  જ્યારે કે પાકિસ્તાની સૂત્રોએ દાવો કર્યો કે અભિનેતાએ વીઝા એપ્લાય જ નહોતો કર્યો. પણ વિવાદ વધ્યા પછી પાકિસ્તાની હાઈકમિશ્નરે તેમને ફોન કરીને વીઝાની ઓફર કરી. 
 
પાકિસ્તાન વીઝા ન મળતા પાકિસ્તાનના હાઈ કમિશ્નર અબ્દુલ બાસિતે દુખ પણ વ્યક્ત કર્યુ.