ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 19 મે 2016 (17:58 IST)

જાણો અસમમાં કોંગ્રેસનુ 15 વર્ષનુ રાજ ખતમ કરનારા બીજેપી ઉમેદવાર સર્બાનંદ સોનોવાલ કોણ છે

અસમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત કરી પ્રથમવાર રાજ્યમાં બીજેપીને સત્તામાં 
પહોંચાડનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્બાનંદ સોનોવાલના વખાણ કર્યા. સોનાવાલને રાજ્યમાં બીજેપીથી 
મુખ્યમંત્રી પદની ઉમેદવારી જાહેર કર્યા હતા અને તેમના જ નેતૃત્વમાં પાર્ટીએ જીત નોંધાવી. 
 
વિકાસના એજંડા પર અસમના ચૂંટણી મેદાનમાં બાજી મારનારી બીજેપીને સર્બાનંદ સોનોવાલના રૂપમાં હુકમનો એક્કો મળી ગયો ... જાનો સોનોવાલ વિશે 15 વાતો 
 
1. 31 ઓક્ટોબર 1962ના રોજ અસમના ડિબૂગઢમાં જન્મેલા સર્બાનંદ સોનોવાલે ડિબૂગઢ અને ગુવાહાટી 
યૂનિવર્સિટીથી LL.B. અને BCJનો અભ્યાસ કર્યો. 
 
2. સોનોવાલની પાસે વિદ્યાર્થી રાજનીતિનો પણ વ્યાપક અનુભવ છે. તેઓ અસમ ગણ પરિષદના સ્ટુડેંટ વિંગ ઑલ અસમ સ્ટુડેંટ યૂનિયન અને પૂર્વોત્તરના રાજ્યોમાં અસર રાખનારા નોર્થ ઈસ્ટ સ્ટુડેંટ્સ યૂનિયનના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. તેઓ 1992થી 1999ની વચ્ચે તેના અધ્યક્ષ રહ્યા. 
 
3. વર્ષ 1992થી રાજનીતિમાં સક્રિય સોનોવાલે હંમેશા રાજ્યમાં જ રહીને આંતરિક રાજનીતિ કરી. બધા દળોના નેતાઓ સાથે તેમનો વ્યક્તિગત સંબંધ છે.  ચૂંટણી પછીની રણનીતિમાં તેનો ફાયદો બીજેપીને મળી શકે છે. 
 
4. વર્ષ 2001મં તેમણે અસમ ગણ પરિષદ જોઈન કર્યુ અને એ વર્ષે ધારાસભ્ય તરીકે પસંદગી પામ્યા 
 
5. વર્ષ 2004માં પહેલીવાર ડિબૂગઢથી સાંસદ બન્યા. 
 
6. અસમ ગણ પરિષદમાં મતભેદ થયા પછી તેમણે વર્ષ 2011માં બીજેપીની સભ્યતા મેળવી. 
 
7. લખીમપુરથી સાંસદ સર્બાનંદ સોનોવાલ વર્ષ 2012 અને 2014માં બે વાર અસમ બીજેપીના અધ્યક્ષ રહ્યા. જેથી રાજ્ય એકમમાં તેમની ઊંડી છાપ માનવામાં આવી રહી છે. તેમને સંગઠનનો માણસ પણ કહેવાય છે. 
 
8. વર્ષ 2014માં થયેલ સામાન્ય ચૂંટણીમાં બીજેપીએ અસમમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ. જેની પાછળ સોનોવાલની રાજનીતિક સૂઝબૂઝને જ ક્રેડિટ આપવામાં આવ્યુ છે. 
 
9. રાજ્યના 14 લોકસભા સીટોમાં 7 પર જીત મેળવનાર બીજેપીએ અસમ ગણ પરિષદ સાથે ગઠબંધન કર્યુ છે.  સોનોવાલની સીધી પહોંચ રાજ્યની બધી સીટો સુધી છે. 
 
10. મોરાનના ધારાસભ્ય અને પછી ડિબુગઢ તેમજ લખીમપુરથી સાંસદ રહેવા ઉપરાંત રાજ્યમાં ગૃહ મંત્રી અને ઉદ્યોગ-વાણિજ્ય મંત્રી રહેવાને કારણે સોનોવાલની રાજ્યની પ્રશાસનિક પર જોરદાર પકડ માનવામાં આવે છે. 
 
11. કેન્દ્ર સરકારમાં રમત મંત્રાલય સાચવી રહેલ સોનોવાલ વ્યક્તિગત રૂપે ફુટબોલ અને બેડમિંટનના ખેલાડી પણ રહ્યા છે. પૂર્વોત્તરમાં ફુટબોલ પ્રેમના પ્રભાવથી કોઈ અપરિચિત નહી હોય. 
 
12. સોનોવાલે જ અસમમાં બાંગ્લાદેશી ઘુસપૈઠ મામલાને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવાની આગેવાની કરી છે. આ પરિસ્થિતિમાં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધનુ પણ પુર્ણ સમર્થન મળ્યુ છે. 
 
13. સર્બાનંદ સોનોવાલે લગ્ન નથી કર્યુ. તેઓ અસમના ચર્ચિત સંત શંકરદેવ અને મહાદેવના ભક્ત છે. 
 
14. સોનોવાલે મજુલી વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડી હતી. આ દુનિયાનો સૌથી મોટો રિવર આઈલેંડ છે.  અહી વૈષ્ણવ સંસ્કૃતિનુ પ્રચલન છે. 
 
15. સોનોવાલ એક કુશલ વક્તા પણ છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ તેમની આવડતના વખાણ કરી ચુક્યા છે. તેઓ અસમ બીજેપીના પ્રવક્તા પણ  રહ્યા છે.