ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 29 જૂન 2015 (10:01 IST)

દેશની સૌથી સુરક્ષિત તિહાડ જેલમાં કેદીઓએ ખોદી સુરંગ, એક કેદી ભાગ્યો

દેશની સૌથી સુરક્ષિત અને હાઈટેક મનાતી તિહાડ જેલમાં બે કેદીઓએ સુરંગ ખોદી અને ભાગી નીકળ્યા. રવિવારે બનેલ આ ઘટના પછી પોલીસે એક કેદીને પકડી લીધો જ્યારે કે બીજો ભાગવામાં સફળ રહ્યો. દિલ્હી પોલીસ મુજબ જાવેદ અને ફૈજાન નામના બે કેદી જેલ નંબર 7માં બંધ હતા. એવુ કહેવાય રહ્યુ છે કે બંને જેલ નંબર 8માં હતા અને ત્યા તેમણે સુરંગ ખોદી. જેલમા6અથી પસાર થનારા ગુપ્ત નાળામાંથી જાવેદ ફરાર થઈ ગયો. પણ ફૈજાનને પકડી લેવામાં આવ્યો. 
 
તગડી સુરક્ષા પછી પણ કૈદીઓએ ખોદી સુરંગ, કોઈને પણ ભાળ ન થઈ 
 
તિહાડ જેલ દેશમાં સૌથી સુરક્ષિત જેલ માનવામાં આવે છે. આ જેલમાં અનેક મોટા મામલાના આરોપીઓ અને દોષીઓને મુકવામાં આવ્યા છે. સુરક્ષા માટે દિલ્હી પોલીસની સાથે સાથે સીઆરપીએફ અને તમિલનાડુ સ્પેશ્યલ પોલીસ (ટીએસપી) ગોઠવાયેલી રહે છે. એવુ કહેવાય છે કે બંનેયે સુરંગ ખોદવા માટે મૈકેનિકલ ટ્રલ્સનો ઉપયોગ કર્યો. એવુ કહેવય છે કે આ નાળાની માહિતી જેલના અધિકારીઓ સિવાય કોઈને નથી. તેથી આ ગુપ્ત નાળુ કહેવામાં આવે છે. 
 
તિહાડમાંથી પહેલા પણ ભાગી ચુક્યા છે ચાર્લ્સ શોભરાજ-શેર સિંહ રાણા 
 
એશિયાની સૌથી મોટી જેલ તિહાડમાં આ ત્રીજીવાર જેલમાંથી કોઈ કેદી ભાગવાની ઘટના બની. આ પહેલા બિકની કિલરના નામથી જાણીતા ચાર્લ્સ શોભરાજ પણ જેલમાંથી ભાગી ગયો હતો.  એ  પહેલા ફૂલન સિંહ હત્યા મામલાના આરોપી શેર સિંહ રાણા પણ જેલ તોડીને ભાગી ગયો હતો.