ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 3 ડિસેમ્બર 2016 (12:45 IST)

આજથી ટોલ ટેક્સ રાબેતા મુજબ શરૂ, લાગી રહી છે લાંબી લાઈનો, જાણો નોટબંધી પછી શુ વ્યવસ્થા છે ?

નોટબંધી પછી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ ચલાવવાની એક સીમા આપી હતી. આજથી 500 રૂપિયાના નોટ રાજમાર્ગ અને પેટ્રોલ પંપ પર મળનારી છૂટ ખતમ થઈ ગઈ. જૂના નોટ બેંકમાં જ જમા થઈ શકશે. આ ઉપરાંત ક્યાય નહી ચાલે. 
 
2 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યાથી દેશના બધા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ વસૂલવાની શરૂઆત થઈ ગઈ છે. ટોલ વસૂલી શરૂ થતા જ ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ. વાહન ચાલકોને મોટા નોટ આપવામાં ટોલ બૂથ પર નોટબંધીથી પરેશાનીનો સામનો કરવો પડ્યો. 
 
મુંબઈના મુલુંડ ટોલ પ્લાઝા પર રાત્રે 12 વાગ્યા પછી ગાડીઓની લાંબી લાઈન જોવા મળી. નોટબંધી પછીથી રાજમાર્ગ પર ટોલ ટેક્સ પર મળનારી છૂટ ગઈરાત્રે 12 વાગ્યાથી બંધ કરવામાં આવી. ત્યારબાદ અહી કેટલાક લોકો સ્વાઈપ મશીનથી પેમેંટ કરતા જોવા મળ્યા. તો કેટલાક 2000 રૂપિયાના નવા નોટ આપતા જોવા મળ્યા.  આવો જ નજારો દિલ્હી-જયપુર હાઈવે પર પણ જોવા મળ્યો. જ્યા મોટાભાગના લોકો આ માહિતીથી અજાણ જોવા મળ્યા કે હવે ટોલ-પ્લાઝા પર પણ 500ના નોટ નહી ચાલી શકે. 
 
સ્વાઈપ મશીન લગાવી - ટોલ પ્લાઝા પર સરકારના આદેશ પર ટોલ કંપનીઓએ સ્વાઈપ મશીનની વ્યવસ્થા કરી છે પણ ટ્રક અને બસ ચાલકો પાસે એ.ટી.એમ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ન હોવાથી પરેશાનીનો સામનો કરવો પડ્યો. 
 
ટોલ પ્લાઝા પર શુ છે વ્યવસ્થા 
 
1. ટોલથી બચેલા પૈસા પરત કરવા માટે ખુલ્લા પૈસાની વ્યવસ્થા પણ કરવામાં આવી. 
2. બધા ટોલ  પ્લાઝા પર નવી સ્વાઈપ મશીનો લગાવવામાં આવી છે. 
3. દેશભરમાં રાજમાર્ગો પર કુલ 367 ટોલ પ્લાઝા છે. 
4. આ બધા ટોલ પ્લાઝા પર રોજ સરેરાશ 51 કરોડ રૂપિયા ટોલ મળે છે. 
5. નોટબંધી પછી ટોલ નહી વસૂલવાથી નેશનલ હાઈવે અથોરિટીને લગભગ 1 હજાર 238 કરોડ રૂપિયાનુ નુકશાન થઈ ચુક્યુ છે. 
6. આજથી બધા ટોલ પ્લાઝા પર ડેબિટ, ક્રેડિટ કાર્ડથી પેમેંટ કરી શકાય છે. પેટીએમ જેવા ઈ વોલેટ દ્વારા પણ ટોલ ટેક્સ આપી શકાય છે. 
7. બીજી બાજુ 200 રૂપિયાથી વધુ ટોલ માટે 500ના જૂના નોટ 25 ડિસેમ્બર સુધી ચાલી શકશે.