શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :મુંબઈ. , શુક્રવાર, 19 જૂન 2015 (14:50 IST)

જુઓ મુંબઈ કેવુ થયુ પાણી-પાણી.. આજે હાઈટાઈડની શક્યતા (ફોટા)

મુંબઈ અને તેની ઉપનગરોમાં મુશળધાર વરસાદથી આજે જનજીવન ઠપ્પ થઈ ગયુ. ભારે વરસાદને કારણે લોકલ ટ્રેનોની સેવાઓ રદ્દ થઈ ગઈ. જેનાથી હજારો મુસાફરો અટવાય ગયા. હાલતમાં સુધાર થવાના હાલ કોઈ શક્યતા નથી કારણ કે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી બતાવી છે. 

ગઈકાલે રાતથી થઈ રહેલ મુશળધાર વરસાદ પછી પાટાઓ પર પાણી એકત્ર થવાથે ટ્રેનો રદ્દ થવાને કારણે સવારે ઓફિસ માટે નીકળેલા હજારો લોકો ઉપનગરીય રેલવે સ્ટેશનો પર ફસાય ગયા. વ્યસ્ત મઘ્ય, હાર્બર અને પશ્ચિમ ત્રણેય લાઈનો પર ટ્રેન સેવાઓના રદ્દ થવાને કારણે લોકોએ બસ, ટેક્સીઓ અને માર્ગ પરિવહનના બીજા સાધનો દ્વારા પોતપોતાના સ્થળ સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા. આ કારણે અનેક માર્ગો પર જામની સ્થિતિ ઉભી થઈ. 
 

મધ્ય રેલવેએ મેન લાઈન પર સીએસટી-ઠાણે ખંડની સાથે હાર્બર લાઈન પર પોતાની સેવાઓ રદ્દ કરી દીધી. જેનાથી ઉપનગરીય પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં મુસાફરો ફસાય ગયા શરૂઆતમાં 10થી 15મિનિટ મોડેથી ચાલી રહેલ પશ્ચિમી રેલવે સેવાઓ પછી રદ્દ કરવામાં આવી. વરસાદને કારણે મુંબઈ અને તેના ઉપનગરોના નીચલા વિસ્તારોમાં પાણી ભરાય ગયુ. 
મધ્ય રેલવેના જન સંપર્ક અધિકારી એ કે સિંહે જણાવ્યુ,  'ઠાણે-કરજત-કસારા અને વાશી-પનવેલ શટલ સેવાઓ અને ટ્રાંસ હાર્બર સેવાઓ રદ્દ છે.'  સિંહે જણાવ્યુ, અમારી નજર કર્મચારી ચૌકસ છે અને જેવુ પાણીનુ સ્તર ઘટશે કે સેવાઓ ચાલુ કરવામાં આવશે. મુંબઈ મહાનગરપાલિકાના નિયંત્રણ કક્ષથી આપવામાં આવેલ સૂચના મુજબ કુર્લા, ચેંબુર, તિલક નગર, અંધેરી, પરેલ, લોઅર પરેલ, ઠાણે નવી મુંબઈ અને ડોંબિવલીમાં જલજમાવના સમાચાર છે. 

બીએમસી તરફથી રજુ નિવેદન મુજબ નીચલા વિસ્તારોમાંથી પાણી કાઢવા માટે 120 પંપો લગાવવામાં આવ્યા છે. નિગમ પ્રમુખ અજય મેહતાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોને શાળામા ન મોકલે કારણ કે ભારે વરસાદની આગાહી છે. લોકોને પણ પોતાના ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી ક હ્હે. સૂત્રોએ જણાવ્યુ કે મુંબઈની બહાર લાંબા અંતરની ટ્રેનોની લાઈન લાગી ગઈ છે. કારણ કે તેમને શહેરમાં ઘુસવા માટે સિગ્નલ નથી મળી રહ્યુ. 
અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. રદ્દ કરવામાં આવેલ ટ્રેનો આ મુજબ છે. 

12167 એલટીટી -વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ
 
11071 એલટીટી - વારાણસી કામાયની એક્સપ્રેસ
 
15102 સીએસટી - છપરા એક્સપ્રેસ
 
12161 એલટીટી - આગરા કૈંટ એક્સપ્રેસ
 
12142 રાજેંદ્રનગર - એલટીટી એક્સપ્રેસ
 
12154 હબીબગંજ - એલટીટી એક્સપ્રેસ
 
12187 જબલપુર - સીએસટી એક્સપ્રેસ
 
શનિવાર 20 જૂનના રોજ  રદ્દ કરવામાં આવેલ ટ્રેનો 
 
11059 એલટીટી - છપરા એક્સપ્રેસ
 
11067 એલટીટી - ફૈજાબાદ એક્સપ્રેસ
 
12519 એલટીટી - કામાખ્યા એક્સપ્રેસ
 
રવિવાર 21 જૂન કો રદ્દ કી ગઈ ટ્રેન
 
11065 એલટીટી - દરભંગા એક્સપ્રેસ