મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 27 જાન્યુઆરી 2015 (12:10 IST)

ભારતનો સૌથી સારો મિત્ર છે અમેરિકા, આપણી કાબેલિયત આપણને લીડર બનાવે છે - ઓબામા

ત્રણ દિવસીય ભારત પ્રવાસ પર આવેલ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ભારત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. આજે બપોરે લગભગ 2 વાગ્યે ઓબામા સઉદી અરબ માટે રવાના થશે. આ પહેલા ઓબામાએ સિરી ફોર્ટ ઓડિટોરિયમમાં  સંબોધન કર્યુ.. આ છે તેમના સંબોધનના મુખ્ય અંશ ... 




તેમણે કહ્યુ કે ગાંધીજીની ભૂમિ પર આવવુ મારા સૌભાગ્યની વાત છે. સ્વામી વિવેકાનંદ હિન્દુત્વ અને યોગાને લઈને અમેરિકા આવ્યા. આજે 100 વર્ષ પછી સ્વામી વિવેકાનંદને યાદ કરી રહ્યો છુ. ઓબામાએ કહ્યુ કે એશિયા પ્રશાંતમાં ભારતની ભૂમિકા સૌથી મુખ્ય છે. આપણા બધાનુ લક્ષ્ય પરમાણુ ખતરાથી દુનિયાને મુક્ત બને.  આપણી દોસ્તી પરમાણુ સહયોગથી આગળ વધી રહી છે. યુએનમાં ભારતને સ્થાઈ સદસ્યતા મળવી જોઈએ. આતંકવાદ વિરુદ્ધ બને દેશોએ મળીને લડવુ પડશે. 
 
ઓબામાએ કહ્યુ કે જળવાયુ પરિવર્તન દુનિયા માટે સૌથી મોટો પડકાર છે. દરેક બાળકને સ્વચ્છ હવા અને પાણીનો અધિકાર છે. આપણે આ દિશામાં કામ કરવુ પડશે. ક્લીન એનર્જી માટે ભારતને પુર્ણ મદદ કરશે. હિમાલયના ગ્લેશિયર ઓગળી રહ્યા છે અને માનસૂન અસમય આવી રહ્યો છે. તેમણે કહ્યુ કે ગણતંત્ર દિવસના અવસર પર મને બોલાવવા માટે આભાર.  
 
મારા દાદા કેન્યામાં બ્રિટિશ આર્મીમાં કુક હતા. જ્યારે મારો જન્મ્ય થયો. મારા જેવા અનેક લોકો દુનિયાના અનેક ભાગોમાં વોટ નહોતા કરી શકતા. 
 
ગરીબી ખતમ કરવાની દિશામાં ભારતે દુનિયાના બધા દેશોના મુકાબલે સૌથી સારુ પ્રદર્શન કર્યુ છે. આ કામ ચાલુ રહેવુ જોઈએ.  
 
- આપણે એવા દેશોમાં રહીએ છીએ જ્યા કુકનો પૌત્ર પ્રેસિડેંટ બની શકે છે ચા વેચનારનો પુત્ર પીએમ બની શકે છે. 
- મારી બે પુત્રીયો છે. આપણે આપણી પુત્રીઓને મજબૂત અને સશક્ત બનાવીશુ 
- જો મહિલાઓ સફળ છે. દેશ ત્યારે જ સફળ રહે છે. અમે અમેરિકામાં સ્ત્રીઓને સમાન તક આપવા માટે કામ કરી રહ્યા છીએ. ભારતમાં તો પત્નીઓ અને માતાઓ જ  છે જે પરિવારને જોડી રાખે છે. 
- ગાર્ડ ઓફ ઓનરના નેતૃત્વ કરનારી મહિલા ઓફિસર ગર્વ અને તાકતની પરિચાયક છે. 
- આપણે દુનિયામાં શાંતિ જોવા માંગીએ છીએ.  પણ આ શાંતિ માણસના દિલમાં વસે છે. 
- ભારતને મિલ્ખા સિંહ. મેરી કોમ. કૈલાશ સત્યાર્થી પર છે.  ભારતમાં ટેલેંટની ઉણપ નથી 
- ભારતીય ભાઈઓ-બહેનો આપણે પરફેક્ટ દેશ નથી. આપણી સામે અનેક પડકારો છે.  આપણા બંને દેશોમાં અનેક સમાનતાઓ છે. આપણે કલ્પનાશીલ અને મહેનતુ છીએ. 

 
- અમેરિકામાં 30 લાખ ભારતીય હોવાનો ગર્વ - ઓબામા 
- દરેક વ્યક્તિની પાસે બેંક એકાઉંટ હોવુ જોઈએ 
- મને વિશ્વાસ છે કે ભારત અમેરિકાનો બેસ્ટ પાર્ટનર બની શકે છે. જીવન સારુ બનાવવામાં અમેરિકા ભારતને પુર્ણ સહયોગ કરશે. 
- ભારત ગાંધી જી ની ધરતી 
- સ્વામી વિવેકાનંદ અમેરિકામાં હિંદુત્વ અને યોગ લઈને આવ્યા સ્વામી વિવેકાનંદને સંબોધિત કર્યુ હતુ. મારા અમેરિકી ભાઈઓ અને બહેનો આજે હુ કહુ છુ મારા ભારતીય ભાઈ અને બહેનો..  
- ઓબામાએ ફિલ્મ ડીડીએલજેના ડાયલોગ બડે બડે દેશો... નો ઉલ્લેખ કર્યો 
- સીક્રેટ સર્વિસે મને બાઈકની સવારી ન કરવા દીધી 
- હુ ભારતના ગણતંત્ર દિવસ સમારંભમાં ભાગ લેનારો પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યો મારી માટે આ ગૌરવની વાત છે.  
- ઓબામાએ નેહા બુચના કામના વખાણ કર્યા. 
- ઓબામાએ હિંદીમાં કહ્યુ - ખૂબ આભાર 
- અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા દિલ્હીના સીરી ફોટમાં ઓડિટોરિયમ પહોંચ્યા. ઓબામાએ નમસેતે કહીને સંબોધન શરૂ કર્યુ. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે આજે ઓબામા અને નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમમાં વિચારો શેર કરશે અને આ કાર્યક્રમ આજે રાત્રે 8 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે.  
આ કાર્યક્રમમાં લગભગ 2000 લોકો હાજર હશે. જેમા કેટલાક વિદ્યાર્થી પણ હશે.  અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા આજે સિરી ફોર્ટ ઓડિટોરિયમમાં પોતાના સંબોધનમાં બતાવશે કે  ભારત અને અમેરિકાને જનતાની ઉર્જાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે અને કેવી રીતે તેમને સામાન્ય લોકોના જીવનમાં મુખ્ય મુદ્દા પર સકારાત્મક પ્રગતિમાં બદલી શકાય હ્ચે.  આ કાર્યક્રમ લગભગ એક કલાક સુધી ચાલશે. નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી પણ આ દરમિયાન ઓબામાને મળશે. તેમની સાથે ત્રણ બાળકો હશે.