શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ. , સોમવાર, 22 સપ્ટેમ્બર 2014 (14:25 IST)

ઉદ્ધવનો બીજેપીને સંદેશ 'દિલ્હી તમારું, મહારાષ્ટ્ર અમારું'

મહારાષ્ટ્રમાં બીજેપી અને શિવસેના વચ્ચે ચાલી રહેલ તનાતની વચ્ચે ગઠબંધન બચાવવા માટે અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને ફોન પર વાત કરી છે. શાહે ઉદ્ધવને અપીલ કરી છે કે ગઠબંધનને બચાવવામાં આવે અને આ 59 સીટો જેના પર શિવસેના ક્યારેય નથી જીતી તેના પર પુનર્વિચાર કરવામાં આવે.  બંને પાર્ટીયો તરફથી એ કોશિશ કરવામાં આવી રહી છે કે 25 વર્ષ જુનુ ગઠબંધન ન તૂટે. 
 
'દિલ્હી તમારું, મહારાષ્ટ્ર અમારું' 
 
બીજી બાજુ ઉદ્ધવના ધમકી ભર્યા સ્વરે એ પણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે 'દિલ્હી તમારું, મહારાષ્ટ્ર અમારું' છે. તેમા કોઈ દખલગીરી અમને મંજુર નથી. સામનાના સંપાદકીયમાં શિવસેનાએ બીજેપીને ખરુ ખરુ સંભળાવ્યુ છે. જેમા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે લોકસભા ચૂંટણીમાં તમારુ મિશન 272 માટે તન-મન-ધન લગાવીને કામ કર્યુ. હવે વિધાનસભામાં અમારું પણ મિશન 150 છે.  
 
ગઠબંધનનું સન્માન કરે બીજેપી - સામનામાં લખ્યુ છે કે દિલ્હી તમે સાચવો પણ મહારાષ્ટ્રમાં અમને શાસન કરવા દો. શિવસેનાએ બીજેપીને કહ્યુ છે કે ગઠબંધનનુ સન્માન કરવુ જોઈએ. કારણ કે શિવસેનાનુ મહારાષ્ટ્રમાં મિશન 150 છે.  ઘણા દિવસોની માથાકૂટ છતા શિવસેના બીજેપીને વધુ સીટો આપવા તૈયાર નથી. પહેલા મુંબઈ અને પછી દિલ્હીમાં બીજેપીના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ગઠબંધનને લઈને વિચાર વિમર્શ માટે અનેક મીટિંગો થઈ ચુકી છે. પણ અત્યાર સુધી કોઈ અંતિમ નિર્ણય નથી થઈ શક્યો. 
 
ઓમ માથુર મુંબઈ પહોંચ્યા 
 
બીજી બાજુ બીજેપીના મહારાષ્ટ્ર ચૂંટણી પ્રભારી ઓમ માથુર મુંબઈ પહોંચી ગયા છે.  અહી તેઓ રાજ્ય બીજેપીના નેતાઓ સાથે મુલાકાત કરશે. ઓમ માથુર મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરી શકે છે. આ દરમિયાન શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા અહી બીજેપીને આ મુદ્દા પર અરીસો બતાવવાનો પ્રયત્ન કર્યો છે.