શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 2 જુલાઈ 2015 (11:39 IST)

કિરણ રિજિજૂ માટે AI ફ્લાઈટ એક કલાક મોડી, 3 મુસાફરોને પણ ઉતાર્યા

લેહમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજૂ માટે એયર ઈંડિયાની ફ્લાઈટમાં જગ્યા બનાવવા માટે ત્રણ મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા. આ ત્રણ મુસાફરોમાં એક બાળકનો પણ સમાવેશ હતો. જેમની ટિકિટ પહેલાથી જ બુક હતી. આ લોકો વિમાનમાં બેસી ચુક્યા હતા અને મંત્રીજી અને તેમના પીએ માટે તેમને ઉતારીને જગ્યા બનાવાઈ. આ માટે એયર ઈંડિયાની ફ્લાઈટ એક કલાક મોડી ઉડી. 
 
સૂત્રો મુજબ કિરણ રિજિજૂ તેમના પીએ સોનમ અને જમ્મુ કાશ્મીરના ઉપ મુખ્યમંત્રી નિર્મલ સિંહને કારણે પ્લેનમાં બેસેલા ત્રણ પેસેંજરને નીચે ઉતારવામાં આવ્યા. 
 
આ વખતે જ્યારે એયર ઈંડિયાના અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો તેમણે ઔપચારિક રૂપે કશુ ન કહ્યુ.  પણ સૂત્રોના હવાલાથી સમાચાર છે કે એયર લાઈને તર્ક આપ્યુ છે કે જ્યારે પ્લેનમાં પેસેંજર ફુલ થઈ જાય છે તો પ્લેનનો દરવાજો બંધ કરી  પ્લેન ફ્લાઈ કરાવવામાં આવી શકે છે. પણ અહી પ્લેનને લગભગ 1 કલાક સુધી રોકવામાં આવ્યા ઉપરાંત ત્રણ મુસાફરોને ઉતારીને આ ત્રણને એડજસ્ટ કરવામાં આવ્યા. 
 
આ ઘટૅના 24 જૂનની છે. ઉડાન ભરવા માટે વિમાનના દરવાજા બંધ થઈ ચુક્યા હતા પણ તેણે નક્કી સમયે ઉડાન ન ભરી કારણ કે રિજિજૂ અને તેમના  પીએ આવવાના હતા. 
 
ઉલ્લેખનીય છે કે લદ્દાખમાં મોસમને કારણે ફ્લાઈટનુ બપોર પછી ન ટેક ઑફ થઈ શકે છે કે ન તો લેંડીગ થઈ શકે છે. આ માટે બધી  ફ્લાઈટ્સ મોટાભાગે સવારે જ અવરજવર કરે છે. 
 
રિજિજૂના ઓફિસની સફાઈ 
 
- અમે બીએસએફના ચૉપર લેવાના હતા 
- ખરાબ વાતાવરણને કારણે બીએસએફના ચૉપર અમે ન લઈ શક્યા 
- અમે લેહ પ્રશાસન ને અમારે માટે ફ્લાઈટૅની વ્યવસ્થા કરવાનું કહ્યુ 
- ખરાબ વાતાવરણમાં વીઆઈપી પોગ્રામ માટે આ સામાન્ય પ્રક્રિયા છે. 
-પ્રશાસને અમારે માટે ટિકિટની વ્યવસ્થા કરી 
- અમને જાણ નથી કે અમારે માટે મુસાફરોને પ્લેનમાંથી ઉતારવામાં આવ્યા 
- જો અમને ખબર હોત તો અમે આવુ ન કરત 
 
જમ્મુ કાશ્મીરના ઉપ મુખ્યમંત્રી નિર્મલ સિંહે પણ વેબદુનિયા સાથેની વાતચીતમાં એ મુસાફરો પાસે માફી માંગી છે જેમને આ કારણે મુશ્કેલી થઈ. જો કે પ્લેનના પાયલોટે તેમને ખૂબ અસભ્ય બતાવ્યા છે અને તેની ફરિયાદ પણ કરી છે.