ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 28 નવેમ્બર 2015 (12:29 IST)

મેગી પછી હવે નેસ્લેના પ્રોડક્ટ પાસ્તા માં પણ લેડનુ પ્રમાણ વધુ જોવા મળ્યુ

. મેગી પછી નેસ્લેના એક વધુ પ્રોડક્ટ વિવાદમાં આવી ગયુ છે. ઉત્તર પ્રદેશની રાષ્ટ્રીય ખાદ્ય વિશ્લેષ્ણ પ્રયોગશાળાએ નેસ્લેના પ્રોડક્ટ પાસ્તાની તપાસમાં લૈડની માત્રા નક્કી કરવામાં આવેલ માત્રાથી વધુ જોવા મળી છે.  યુપી સરકારની ખાદ્ય પરીક્ષણ પ્રયોગ શાળામાં કંપનીના પાસ્તા પ્રોડકટના નમૂનામાં સીસાની માત્રા સ્વીકાર્ય સીમાથી વધુ જોવા મળી હતી. મઉના ખાદ્ય અંગેના અધિકારી અરવિંદ યાદવે જણાવ્યુ છે કે, ગત ૧૦ જુનના રોજ નેસ્લેના એક સ્થાનિક વિતરક શ્રીજી ટ્રેડર્સને ત્યાંથી પાસ્તાના નમૂના લેવામાં આવ્યા હતા. જેને તપાસ માટે લખનૌ સ્થિત રાજકીય ખાદ્ય વિશેષક પ્રયોગ શાળામાં મોકલવામાં આવ્યા હતા. જેમાં આ પ્રોડકટના નમૂના તપાસમાં અસફળ રહ્યા હતા. તેમાં સીસાની માત્રા ૬ પીપીએમ જોવા મળી હતી. સ્વીકાર્ય માત્રા ર.પ પીપીએમ છે. જો કે કંપનીએ કહ્યુ છે કે, તેમની પ્રોડકટ ખાવા માટે સંપુર્ણ રીતે સુરક્ષિત છે.
 
   અરવિંદ યાદવે જણાવ્યુ છે કે, અમે રિપોર્ટના આધારે આ ખાદ્ય પ્રોડકટ હવે અસુરક્ષિત ખાદ્ય પ્રોડકટની શ્રેણીમાં મુકી દીધી છે. વિભાગે નેસ્લે કંપનીને આ બાબતે એક પત્ર પણ મોકલ્યો હતો. રિપોર્ટ વિરૂધ્ધ અપીલ કરવા માટે કંપનીને એક મહિનાનો સમય પણ આપવામાં આવ્યો હતો પરંતુ નેસ્લેએ આ નોટીસને સ્વીકારી ન હતી. ખાદ્ય સુરક્ષા અધિકારીના જણાવ્યા પ્રમાણે સીસાની વધુ માત્રા માણસ માટે ઘાતક રહે છે. તે અનેક બિમારીઓને જન્મ આપે છે.