શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 2 જુલાઈ 2016 (10:41 IST)

#webviral - ઝારખંડ બીજેપી ચીફના પુત્ર 11 વર્ષની સગીર સાથે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર ઉડી મજાક

તાજેતરમાં જ ઝારખંડ બીજેપી ચીફ તરીકે પસંદગી પામેલા ટાલા મરાંડીના પુત્રે એવી હરકત કરી છે કે તેના પર મુસીબત આવી ગઈ છે. સાથે સોશિયલ મીડિયા પર તેની મજાક પણ ઉડી રહી છે. 
 
ટાલા મરાંડીના પુત્ર મુન્ના મરાંડીએ સમાચાર મુજબ ઝારખંડના ગોંડા વિસ્તારમાં એક સગીર યુવતી સાથે 27 જૂનના રોજ લગ્ન કર્યા. મુન્ના મરાંડી પર બાલ વિવાહ અને યૌન શોષણનો આરોપ લાગ્યો છે. રિપોર્ટ મુજબ યુવતીનો જન્મ 25 જુલાઈ 2005ના રોજ થયો અને તે છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીની છે. 
 
 બીજી બાજુ એક 16 વર્ષની યુવતીએ મુન્ના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો. આરોપ મુજબ લગ્નની લાલચ આપીને યુવતીનુ યૌન શોષણ કરવામાં આવ્યુ.