શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 15 સપ્ટેમ્બર 2014 (14:35 IST)

સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને પુછ્યુ, "CBI ચીફની વિઝિટર્સ બુક કોણે લીક કરી"

સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે એ વ્યક્તિનુ નામ પુછ્યુ છે જેણે તેમને સીબીઆઈ ચીફ રંજીત સિન્હાના ઘર આવનારા જનારાઓની યાદી સોંપી હતી. ટોચની કોર્ટે પ્રશાંત ભૂષણને કહ્યુ છે કે તે સીલબંદ કવરમાં બતાવે કે તેમને સીબીઆઈ ચીફના ઘરની વિઝીટર્સ લીસ્ટ કોણે આપી. જવાબમાં ભૂષણે કોર્ટને કહ્યુ છે કે તે સૂત્ર સાથે વાત કર્યા બાદ જ તેનો જવાબ આપશે.    
 
વિઝિટર બુકમાં 90 ટકા ખોટી એંટ્રી - સિન્હા 
 
કોર્ટે કહ્યુ કે આવુ કર્યા સુધી તે કોઈ મામલે કોઈ પણ આદેશ નહી આપે. બીજી બાજુ સીબીઆઈ રંજીત સિન્હાએ હવે વિઝિટર્સ લિસ્ટની સત્યતા પર પણ સવાલ ઉઠાવ્યો છે. તેમણે કોર્ટને કહ્ય્ય કે 90 ટકા એંટ્રી ખોટી છે. જો કે કેટલીક એંટ્રી સાચી હોઈ શકે છે. 
 
શુક્રવારે રંજીત સિન્હાએ 2જી અને અન્ય ઘોટાળાના આરોપીને મળવાના આરોપ પર કોર્ટની સામે સીલબંદ કવરમાં જવાબ સોંપ્યો. કોર્ટે 8 સપ્ટેમ્બરના રોજ આરોપોને ગંભીર બતાવતા સીબીઆઈ ચીફને એફિડેવિટ સોંપવાનુ કહ્યુ હતુ. કોર્ટે સીબીઆઈ પ્રમુખને કહ્યુ હતુ, 'તમે જે પણ કહેવા માંગો છો અમને લેખિતમાં બતાવો." 
 
ઉલ્લેખનીય છે કે વકીલ અને એક્ટિવિસ્ટ પ્રશાંત ભૂષણે સીબીઆઈ ડાયરેક્ટર રંજીત સિન્હાના ઘરની વિઝિટર્સ લિસ્ટના હવાલાથી આ દાવો કર્યો હતો કે તેમના ઘરે આવનાર જનારામાં અનેક નામ એવા હતા જેમની સીબીઆઈ તપાસ ચાલી રહી છે કે પછી વીતેલા સમયમાં કરી ચુકી છે.  જેમા કોલસા ગોટાળાના આરોપી કોંગ્રેસ સાંસદ વિજય દરડા અને તેમના પુત્ર દેવેન્દ્ર દરડા, 2જીના આરોપી મહેંન્દ્ર નાહટા અને રિલાયંસના અધિકારીનો સમાવેશ છે.