ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :મોતિહારી , શનિવાર, 18 ઑક્ટોબર 2014 (12:12 IST)

ગરીબોની સારવારમાં બેદરકારી કરનારા ડોક્ટરોના હાથ કાપી નાખવામાં આવશે - જીતન રામ માંઝી

. બિહારના મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ એકવાર ફરી વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે જો ડોક્ટર ગરીબોની સારવાર કરવામાં બેદરકારી બતાવશે અથવા તેમના જીવનને નુકશાન થાય એવો વ્યવ્હાર કરશે તો તેમના હાથ કાપી નાખવામાં આવશે. 
 
મુખ્યમંત્રી જીતન રામ માંઝી પ્રદેશના પૂર્વી ચમ્પારણ જીલ્લાના પકડી દયાલમાં 70 પથારીવાળા સબ ડિવિઝનલ હોસ્પિટલનુ ઉદ્દઘાટન કર્યા બાદ માંઝી લોકોને સંબોધિત કરતા આ નિવેદન આપ્યુ. માઝીએ કહ્યુ જે લોકો ગરીબોના જીવન સાથે રમત રમતા જોવા મળશે તેમને માફ કરવામાં નહી આવે. જીતન રામ માઝી તેમના હાથ કાપી નાખશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે તેઓ ગરીબોના કલ્યાણ હેતુ કામ કરવા મટે કોઈપણ પરિણામ ભોગવવા તૈયાર છે. 
 
 
સાથે જ બિહારના મુખ્યમંત્રીએ કહ્યુ, લોકોને કહ્યુ છે કે તેઓ ખોટા ડોક્ટરો પાસે જતા બચે અને નિકટના સરકારી હોસ્પિટલોમાં જાય. મુખ્યમંત્રીએ કહ્યુ જો ડોક્ટર હાજર નથી, દવાઓ પણ સ્ટોકમાં નથી અને લેબોરેટરી તપાસની વ્યવસ્થા નથી તો જીલ્લાધિકારીને ફરિયાદ કરે. તેમણે કહ્યુ, જો જીલાધિકારી પણ ફરિયાદ પર કાર્યવાહી નથી કર્તા તો એક પોસ્ટકાર્ડ દ્વારા મને સૂચના આપે. ચોક્કસ પગલા લેવામાં આવશે. 
 
ડોક્ટરોના હાથ કાપવાની માંઝીની ટિપ્પણીની વિપક્ષના નેતાઓએ કડક શબ્દોમાં આલોચના કરી છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગિરિરાજ સિંહે ટિપ્પણીને ક્રુર અને સંવિધાન વિરુદ્ધ બતાવી. નવાદાથી સાંસદ સિંહે કહ્યુ, મુખ્યમંત્રી જેવા ટોચના સંવૈઘાનિક પદ પર બેસેલ વ્યક્તિ કાયદાને પોતાના હાથમા લેવાની વાત કરી રહ્યા છે. આવી માનસિકતા સાથે તેઓ કાયદાની રક્ષા કેવી રીતે કરશે ?