બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 26 નવેમ્બર 2015 (11:00 IST)

શીતકાલીન સત્ર - વાદવિવાદ થાય પણ સંસદ ચાલે - નરેન્દ્ર મોદી

સંસદનુ શીતકાલીન સત્ર ગુરોવારથી શરૂ થઈ રહ્યુ છે અને વિપક્ષ એકજુટ થઈને સરકારને અસહિષ્ણુતા મુદ્દા પર ઘેરવા માટે તૈયાર છે. જો કે મહત્વપુર્ણ જીએસટી ખરડા પર નરમી ની શકયતા દેખાય રહી છે. જ્યા બંનેપક્ષોએ તેના પર ચર્ચા માટે સહમતિ બતાવી છે. માહિતી મુજબ જીએસટી બિલ પર જેડીયૂ અને ટીએમસીએ સરકારની સાથ આપવાનો નિર્ણય કર્યો છે. છતા આ સત્રમાં અસહિષ્ણુતા, જીએસટી બિલ અને ભૂમિ અધિગ્રહણ બિલને લઈને સંસદના બંને સદનોમાં હંગામો થવાની શક્યતા દેખાય રહી છે. 
 
પીએમ નરેન્દ્ર મોદીએ સાંસદ સત્ર શરૂ થતા પહેલા કહ્યુ કે દેશને સંસદ પાસેથી અનેક અપેક્ષાઓ છે. વિપક્ષનો પણ મત છેકે સદન ઉત્તમ રીતે ચાલે.   વાદ-વિવાદ અને સંવાદ જ સંસદની આત્મા છે. અમે આશાઓ પર ખરા ઉતરવાની કોશિશ કરી રહ્યા છીએ.  સંસદથી મોટો સંવાદને કોઈ કેન્દ્ર નથી. સરકાર આ વખતે કોઈપણ પરિસ્થિતિમાં  જીએસટીને પાસ કરાવવા માંગે છે. આ પહેલા બુઘવારે દિવસભરમાં સરકાર અને વિપક્ષી નેતાઓની વચ્ચે બેઠકોનો ગાળો ચાલ્યો.  પીએમ મોદીએ સર્વદળીય બેઠકમાં બધા રાજનીતિક દળોના સત્રને સુચારુ રૂપે ચલાવવાની અપીલ કરી અને કહ્યુ કે સરકાર બધા દળોને સાથે લઈને પરસ્પર વિચાર વિમર્શથી જ સંસદની કાર્યવાહીને ચલાવવા માંગે છે. 
 
બીજી બાજુ સંસદના અગાઉના માનસૂન સત્રમાં મોટાભાગના સમય અવરોધની સ્થિતિને ધ્યાનમાં રાખતા લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને આ વાત પર જોર આપ્યુ કે સભ્ય સદનમાં વધુમાં વધુ સભ્યતા જાળવી રાખે. ગુરૂવારથી શરૂ થઈ રહેલ શીતકાલીન સત્ર પહેલા સર્વદળીય બેઠક પછી સુમિત્રાએ કહ્યુ કે વધુમાં વધુ શિષ્ટતા હોવી જોઈએ અને વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ.