ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: દેહરાદૂન. , શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2016 (12:33 IST)

આઈસીયૂમાંથી બહાર આવ્યા ખલી, 35 ઈંડાનો કર્યો નાસ્તો, હવે 28 તારીખે કરશે ડાયેટ

વિદેશી રેસલર્સ સાથે ફાઈટ દરમિઇયાન ઘાયલ થયેલ રેસલર ખલીની જાનને હવે કોઈ ખતરો નથી. ડોક્ટર્સ મુજબ ખલીના માથા પર સાત ટાંકા આવ્યા છે. આઈસીયૂમાંથી બહાર આવી ચુકેલ ખલીએ 55 ઈંડા, પાંચ કિલો ફળ, 6 ગ્લાસ જ્યુસ અને 7 બર્ગરનો નાસ્તો કર્યો. તેમણે 28 ફેબ્રુઆરીના રોજ ફાઈટનુ એલાન પણ કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે બુધવારે મોડી રાત્રે હલ્દ્વાનીમાં બ્રૂડી સ્ટીલ અને બે વધુ રેસલર્સએ તેમને સ્ટીલ ચેયરથી ઘાયલ કરી દીધા હતા. તેઓ પોતે ચાલીને એબુલેંસમાં બેસ્યા. 6 કલાકમાં ઠીક પણ થઈ ગયા. 
 
- બુધવારથી ખલી ICUમાં હતા. ડોક્ટર્સ ખલીની સ્થિતિને ગંભીર બતાવી હતી. તેમના ખભામાં ફેક્ચર હતુ. માથુ, ગરદન, છાતી અને સ્પાઈનલ કોડમાં પણ વાગ્યુ હતુ. 
- ગુરૂવારે સવારે દેહરાદૂન લાવવામાં આવ્યા પછી તેઓ જાતે ચાલીને એબુલેંસમાં બેસ્યા અને 6 કલાકમાં ઠીક પણ થઈ ગયા. 
- ડોક્ટર્સ મુજબ ખલીની સિટી સ્કેન અને એમઆરઆઈ રિપોર્ટ નોર્મલ આવ્યો છે. હાલ તેમણે થોડા દિવસ આરામ કરવો પડશે.  
 
ઠીક થતા જ રેસલર્સે આપ્યો પડકાર 
 
- ખલીએ કહ્યુ છે કે તે રિંગમાં વિદેશી રેસલર્સને માત આપી દેશે. તેમણે 28 ફેબ્રુઆરીના રોજ બ્રૂડી સ્ટીલ સાથે ફાઈટનુ એલાન પણ કરી દીધુ છે. 
 
ફાઈટ દરમિયાન શુ થયુ હતુ  ? 
 
- ઉલ્લેખનીય છે કે ધ ગ્રેટ ખલી રિટર્ંસ શો માં ખલી પર અનેક વિદેશી રેસલર્સ ભારે પડી ગયા. 
- રેસલર એપોલો અને ભારતના જિંદર મહેલ વચ્ચે ફાઈટમાં જિંદર જીતી ગયા. જ્યારે તેઓ રિંગમાં જીતનો જશ્ન મનાવી રહ્યા હતા ત્યારે વિદેશી રેસલર માઈક નૉક્સ અને બ્રૂડી સ્ટીલ રિંગમાં આવ્યા. 
- તેમણે જિંદરને માર્યો અને ખલીને પણ ફાઈટ માટે ઉપસાવ્યો. ખલી પણ પાછળ ન રહ્યા અને રિંગમાં કૂદી પડ્યા. 
- રિંગમાં આવતા જ તેમણે ત્રણ વિદેશી રેસલર્સને મારવા શરૂ કરી દીધા. જેના પર રેફરીએ તેમણે એલિમિનેટ કરી દીધા. 
- જ્યારે ખલીએ તેનો વિરોધ કરતા રેફરી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે વિદેશી રેસલર્સએ તેમના પર જોરદાર લાતો વરસાવી અને એક એ સ્ટીલ ચેયર થી અટેક કર્યો. 
- ઘાયલ થયા પછી પણ ત્રણ રેસલર્સ તેમને મારતા રહ્યા. જેના પર ખલીની એકેડમીના રેસલર્સે તેમને બચાવ્યા. 
- ઉલ્લેખનીય છે કે ઈવેંટ પહેઅલ બ્રૂડી સ્ટીલે WWE રેસલર રહેલ ખલીને તેમની સાથે ફાઈટ કરવાનો પડકાર આપ્યો હતો. 
- બંને ખેલાડીઓએ આ ફાઈટ માટે ડેથ વોરંટ પર સાઈન પણ કરી હતી. 
- ખલીની આવી હાલત જોઈને દર્શકોએ ત્યા જોરદાર હંગામો કર્યો અને વિદેશી રેસલર્સ પર માટી ફેંકી 
 
શુ કહ્યુ હતુ બ્રૂડી સ્ટીલે  ?
 
- તેમણે કહ્યુ હતુ, "હુ ખલીને પડકાર આપુ છુ કે તેઓ મારી સાથે મુકાબલો કરીને બતાવે."
- જો તેઓ આવુ નહી કરી શકે તો રિંગમાંથી બહાર બેસીને આરામ કરે. 
- બ્રૂડી કનાડાના 10 વાર હેવીવેટ ચેમ્પિયન છે. 
- પુએતરે રિકો, ઓસ્ટ્રેલિયા અને જાપાનના પણ હેવીવેટ ચેમ્પિયન રહી ચુક્યા છે.