શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 4 માર્ચ 2015 (11:06 IST)

'આપ' માં ઉભા થયેલ આંતરિક વિવાદ પર આજે બેઠક, યોગેન્દ્ર યાદવ બોલ્યા - સાંજ સુધી સારા સમાચાર મળશે

યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને આજે આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેયર્સ કમિટીમાંથી બહાર કરવા નક્કી છે. સૂત્રોએ વેબદુનિયાને જણાવ્યુ કે કોઈ પ્રકારની સમજૂતી કે  સુલેહ થવાની હવે કોઈ તક બચી નથી. પણ યોગેન્દ્ર યાદવે કહ્યુ કે સાંજ સુધી સારા સમાચાર આવશે. હુ અને પ્રશાંત પીએસીમાં ફેરફારના પક્ષમા. પીએસીમાં બાકી રાજ્યોને પણ તક મળવી જોઈએ. 
 
આજે બપોરે આપની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક થશે અને તેમા આ નિર્ણય લેવામાં આવશે. સૂત્ર બતાવે છે કે 'આપ'ની અઠવાડિયા પહેલા થયેલ રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં 21માંથી 16 સભ્ય ત્યારે જ તેના પક્ષમાં હતા.  પણ કોઈ ઔપચારિક નિર્ણય લેવામાં આવ્યો નહોતો. ઔપચારિક નિર્ણય લેવા માટે અઠવાડિયાની અંદર રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક ફરી બોલાવાઈ છે. 
 
આમ આદમી પાર્ટીની નેતા દિલીપ પાંડે એ ચિઠ્ઠી લખીને ફરિયાદ કરી હતી કે યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ અને શાંતિ ભૂષણ, અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ષડયંત્રી કરી રહ્યા છે. પ્રશાંત ભૂષણનું કહેવુ છે કે પાર્ટી પોતાના રસ્તેથી ભટકી રહી છે અને એક માણસના હિસાબથી જ બધુ થઈ રહ્યુ છે. પાર્ટીની અંદર લોકતંત્ર બચ્યુ નથી. બીજી બાજુ યોગેન્દ્ર યાદવનુ માનવુ છે કે તેમના અને અરવિંદ કેજરીવાલ વચ્ચે સંવાદ નહિવત છે. આ બેઠક દિલ્હીના કાપસહેડા બોર્ડરમાં થવાની છે. 
 
દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આ બેઠકમાં ભાગ નહી લે. પણ આપમાં નંબર 2 નું સ્થાન રાખનારા ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયાની આ બેઠકમાં આવવુ ચોક્કસ છે. અગાઉ મનીષ સિસોદિયા આ બેઠકમાં નહોતા આવ્યા. કેજરીવાલની તબિયત ખરાબ છે અને સારવાર માટે તેમણે 10 દિવસની રજા લીધી છે. કેજરીવાલ આજે જ બેંગલુરૂ રવાના થઈ રહ્યા છે. ગઈકાલે તેમણે પુર્ણ વિવાદ પર ખેદ પ્રગટ કર્યો હતો. 
 
કેજરીવાલના ન આવવાના બે કારણ હોઈ શકે છે. એક તો બની શકે છે કે બેઠકમાં ચર્ચા પછી યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને લઈને વોટિંગ થઈ શકે છે. આવી સ્થિતિમાં કેજરીવાલ નહી ઈચ્છે કે તેઓ યોગેન્દ્ર યાદવ વિરુદ્ધ વોટ કરે.  બીજુ કારણ એ કે કેજરીવાલની તબિયત ખૂબ ખરાબ છે અને સારવાર માટે આજે જ બેંગરૂરુ રવાના થઈ રહ્યા છે. 
 
છેલ્લા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલ ઘમાસાન ખતમ થશે કે દરાર વધશે આ વાતનો નિર્ણય આજે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં થઈ જશે.