શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

અંતિમ શ્વાસ સુધી બાંસુરી વગાડવાની ઈચ્છા

છેલ્લા શ્વાસ સુધી બાંસુરી વગાડવા અને તેમા શોધ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા જાણીતા બાસુંરી વાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ કહ્યુ કે લોકઘૂન પર આધારિત વાદ્ય છે અને આ શાસ્ત્રીય સંગીતના એકમાત્ર એવા વાદ્યયંત્ર છે, જે આખી દુનિયામાં વગાડવામાં આવે છે.

એક જુલાઈએ પોતાના જન્મદિવસના પ્રસંગે પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ ખાસ વાતચીતમાં કહ્યુ કે શાસ્ત્રીય સંગીતના સરોદ, સિતાર અને તબલા જેવા વાદ્યયંત્ર સાથે જોડાયેલ વ્યક્તિ અલી અકબર ખાન, પંડિત રવિશંકર અને અલ્લારખા ખા પોતાના વાદ્ય દ્વારા વધુ લોકપ્રિય થયા છે, જયારે કે વાંસળી એકમાત્ર એવુ વાદ્યયંત્ર છે, જે એક વાદ્યયંત્ર તરીકે દુનિયામાં લોકપ્રિય થયુ છે.

બાંસુરીમાં પંડિત હરિપ્રસાદ ચૌરસિયા અને પંડિત પન્નાલાલ ઘોષ ઉપરાંત અન્ય કોઈ મોટા નામ સામે નહી આવવા અંગે પૂછતા તેમણે દાવો કર્યો કે શાસ્ત્રીય સંતીતના ક્ષેત્રમાં જેટલી તક વાંસળીને લોકપ્રિય થવામાં મળી છે, કદાચ જ કોઈ અન્ય વાદ્યને આ પ્રકારની તક મળી હોય.


72 વસંત પૂરી કરી ચૂકેલા બાંસુરી વાદકે કહ્યુ કે બાંસુરી આખી દુનિયામાં લોકપ્રિય વાદ્ય યંત્ર છે અને દુનિઅયના જે દેશોમાં વાંસ નથી મળતો, ત્યાના લોકો કોઈ અન્ય વસ્તુ દ્વારા વાંસળી બનાવે છે. આ એક એવુ વાદ્ય યંત્ર છે જેને છોકરાઓ અને છોકરીઓ બંને વગાડે છે.

એક જુલાઈ 1938ના રોજ સંગમ નગરી ઈલાહાબાદમાં જન્મેલ પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના પિતા જાણીતા પહેલવાન હતા અને તેમની ઈચ્છા હતી કે તેમનો પુત્ર પણ પહેલવાન બને, પરંતુ પંડિત ચૌરસિયાને શાસ્ત્રીય સંગીતની એવી લગન લાગે કે તેઓ 'સંગીતના ઉસ્તાદ' બની ગયા.