શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ , બુધવાર, 13 ઑગસ્ટ 2014 (10:58 IST)

અજીત પવાર પર સ્ત્રીએ ફેંકી ચપ્પલ

. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને રાકાંપા નેતા અજીત પવાર પર મંગળવારે ગઢચિરૌલીમાંએ ક સ્ત્રીએ ચપ્પલ ફેંકી. ગઢચિરૌલીમાં રાકાંપાના એક કાર્યક્રમનુ આયોજન હતુ. તેમા જુદા વિદર્ભ રાજ્યની માંગ કરી રહેલી મહિલાએ ગુસ્સામાં અજીત પર ચપ્પલ ફેંકી. મહિલા રાકાંપાની કાર્યકર્તા બતાવાય રહી છે. મહારાષ્ટ્રમાં વિદર્ભને જુદુ રાજ્ય બનાવવા માટે લગભગ 50 વર્ષથી આંદોલન ચાલી રહ્યુ છે.  
 
મહિલાનુ નામ રંજના ગોરખે બતાવાય રહ્યુ છે. મહિલાની પોલીસે ધરપકડ કરી લીધી છે. થાનેદાર એએન ઘોડે એ જણાવ્યુ કે ઉપમુખ્યમંત્રીનુ સ્વાગત કરવા રંજના મંચ પર આવી અને તેમને પુષ્પાહાર પહેરાવ્યો. ત્યારબાદ ચપ્પલ કાઢીને મારવા શરૂ કરી દીધા. રેલીમાં પવાર સાથે મહારાષ્ટ્રના ગૃહમંત્રી આરઆર પાટિલ અને મહારાષ્ટ્રના એનસીપી અધ્યક્ષ સુનિલ ઠાકરે પણ હાજર હતા. યુપીએ સરકાર દ્વારા તેલંગાનાને જુદુ રાજ્ય બનાવ્યા બાદ વિદર્ભના લોકોને નવા રાજ્યની આશા જાગી છે અને નવા રાજ્ય માટે તેમનુ પ્રદર્શન વધુ તેજ થઈ ગયુ છે.