બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 12 એપ્રિલ 2014 (12:36 IST)

અદાણી-વાડ્રાની મુલાકાતની તસ્વીર લીક થતા રાજકારણ ગરમાયુ

. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની ગુજરાતના ઔદ્યોગિક પરિવારના પ્રમુખ ગૌતમ અદાણી સાથેની મુલાકાતને લઈને કોંગ્રેસ એકવાર ફરી મુશ્કેલીમાં પડતી દેખાય રહી છે. ગુજરાતના એક છાપામાં કેટલીક એવી તસ્વીરો પ્રકાશિત થઈ છે જેમા રોબર્ટ વાડ્રા અદાણી ગ્રુપના ચેયરમેન ગૌતમ અદાણી સાથે જોવા મળી રહ્યા છે. આ તસ્વીરો ત્યારની છે જ્યારે રોબર્ટ વાડ્રા અડાણી ગુર્પના એયક્રાક્ટથી અદાણી પ્રોજેક્ટ જોવા ગુજરાતના કચ્છ ગયા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કોંગ્રેસ ઉપાધ્ય રાહુલ ગાંધીએ ભાજપાના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદીને અદાણી ગ્રુપ સાથેના સંબંધોને લઈને નિશાન પર લીધા હતા.  
 
છાપામાં આ ફોટા સામે આવ્યા બાદ કોંગ્રેસ ખાસ કરીને રાહુલ ગાંધીની મુશ્કેલી વધી ગઈ છે. રોબર્ટ વાડ્રા અને ગૌતમ અડાણીની આ તસ્વીર વર્ષ 2009ની છે. તે સમયે વાડ્રા ગુજરાતના મૂંદડામાં અડાણી પોર્ટ અને અડાણી પાવર પ્લાંટ જોવા ગયા હતા. વાડ્રા અને ગૌતમ અદાણી એક સાથે અદાણીના પ્રાઈવેટ એયરક્રાફ્ટમાં જ ત્યા પહોંચ્યા હતા. આ પહેલા કોંગ્રેસ પણ અનેક મુદા પર નરેન્દ્ર મોદી પર આરોપ લગાવી ચુકી છે કે તે અદાણી ગ્રુપના પ્લેન દ્વારા યાત્રા કરે છે. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ઉદયપુરમાં આયોજીત એક રેલીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર હુમલો કરતા કહ્યુ હતુ કે ભાજપામાં અડવાણી બહાર અને અદાણી અંદર.  રાહુલ ગાંધીએ મોદી અને અદાણી ગ્રુપના નિકટના લોકોનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે એક વ્યક્તિને ગુજરાત સરકારે કરોડો એકર જમીન મફત આપી દીધી. હવે જે તસ્વીરો સામે આવી છે તેમા રોબર્ડ વાડ્રા અને ગૌતમ અદાણી એક સાથે જોવા મળી રહ્યા છે. એક તસ્વીરમાં બંને બેસીને કંઈક વાતો કરી રહ્યા છે અને બીજા ફોટામાં સાથે જઈ રહ્યા  છે.