ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :મુંબઈ. , શુક્રવાર, 31 ઑક્ટોબર 2014 (14:03 IST)

અરબ સાગરમાં કમળ ખીલશે, વાનખેડે સ્ટેડિયમમા દેખાશે .. મહારાષ્ટ્રના નવા સીમનો શાહી શપથ ગ્રહણ સમારંભ

મહારાષ્ટ્રમાં પહેલી વખત સરકાર બનાવવા જઈ રહેલી ભાજપ વાનખેડે સ્ટેડિયમમાં શપથ ગ્રહન સમારોહનુ આયોજન કર્યુ છે. શુક્રવારે દેવેન્દ્ર ફડણવીસે વાનખેડે સ્ટેડિયમથી ખ્યાતનામ હસ્તીઓ, રાજનેતાઓ સહિત 35 હજારની હાજરીમાં મુખ્યપ્રધાન પદે શપથ ગ્રહણ કરશે. જે દિવસે દેશના પહેલા ગૃહ મંત્રી વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને દેશના પૂર્વ મુખ્યમંત્રી ઈંન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે.  
 
ભાજપના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈયે 80ના દાયકામાં એક સ્લોગન આપ્યુ હતુ.. સૂરજ ઉગેગા કમલ ખિલેગા.. આ સ્લોગનને સાકાર કરવાના ઈરાદા સાથે ભાજપે શપથ સમારંભની તૈયારીઓ કરી 
 
છે.  તે માટે મુંબઈના અરબ સાગરમાં 25થી 30 હોડીની અંદર કમળ ખીલવવામાં આવશે. જેનુ ફુટેજ વાનખેડે સ્ટેડિયમમાં મોટી સ્ક્રીનમાં જોવા મળશે. 
 
આ સમારોહની જવાબદારી ઈંટરનેશંલ ઈવેંટ મેનેજમેંટને સોંપી છે. આ કંપનીએ છત્રપતિ શિવાજી મહારાજની ટેલિફિલ્મ તૈયાર કરી છે.  સ્ટેજને ડિઝાઈનર નિતિન દેસાઈએ તૈયાર કર્યુ છે. 40 હજાર લોકોના 
 
અવવાની શક્યતા છે.  
 
મહારાષ્ટ્રના નવા સીએમ અને  બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસને શપથ સમારંભ માટે વાનખેડે સ્ટેડિયમ સજી ગયુ છે. તેમને રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ પદ અને ગોપનીયતાની શપથ અપાવશે. નવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે 7 કેબિનેટ મંત્રી અને 2 રાજ્યમંત્રી શપથ લેશે.  
 
શપથ લેનારા મંત્રીઓના નામ. 
 
1 દેવેન્દ્ર ફડણવીસ 
2. એકનાથ ખડસે 
3. વિનોદ તાવડે 
4. સુધીર મૂગંતિઉવાર 
5.પંકજા મુંડે 
6. વિષ્ણુ સવારા 
7. પ્રકાશ મેહતા 
8. દિલીપ કાંબલે 
9. વિદ્યા ઠાકુર 
 
ઉલ્લેખનીય છે કે શપથ ગ્રહણ સમારંભ માટે પોલીસે ચુસ્ત સુરક્ષા લગાવી છે. આ કાર્યક્રમમાં અંબાણી પરિવારથી લઈને રતન ટાટા પણ આવે તેવી આશા છે. મોટા સ્તર પર થઈ રહેલ આ કાર્યક્રમમાં અનેક ફિલ્મી હસ્તિયો હાજરી આપશે.