બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 1 ડિસેમ્બર 2015 (17:30 IST)

આઈ એસાઆઈના એજંટો કોડવર્ડમાં જ વાતચીત કરતા હતા

દેશના અલગ-અલગ શહેરોમાંથી ઝડપાયેલા પાકિસ્તાની ગુપ્તચર એજંસી આઈએસાઆઈના એજંટ પરસ્પર વાતચીતમાં કોડવર્ડમાં ઉપયોગ કરતા હતા. 
 
દિલ્હી પોલીસ અનુસાર પાક એજંટ કૈફેતુલ્લાહ ખાન અને અબ્દુલ રસીદ કોડવર્ડમાં જ વાત કરતા હતા. 
 
દિલ્હી પોલીસ આ અંગે જણાવ્યું હતું કે બન્ને પાકિસ્તાની જાસૂસોની પૂછપરછ દરમિયાન મહ્ત્વપૂર્ણ જાણકારી હાંસલ થઈ હતી અને તેમના મોબાઈલમાંથી મળેલી વાતચીતમાં રેકોર્ડિંગથી પોલીસને આ કોડવર્ડ તોડવામાં સફળતા મળી હતી . પોલીસ એક્સપર્ટ જણાબ્યું હતું કે તેઓ એકબીજા સાથે કોડવર્ડમાં જ વાત કરતા હતા. તેઓ જાણકારી માટે દવા, લીક થયેલા દસ્તાવેજ માટે એક્સરે પાકિસ્તાની ગુપ્તચર એજેંસીઓના અધિકારીઓ માટે ભાઈજાન અને આર્મી તથી બીએસએફના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ડાક્ટર અને સર્જન કોડવર્ડના ઉપયોગ કરતા હતા. 
 
પોલીસને બન્ને શંકાપદો પાસેથી ખૂબજ સંવેદનશીલ અને સીક્રેટ દસ્તાવેજો મળી આવ્યા છે . જેમાં એવી કેટલીક જાણકારી છે જેનો ખુલાસો થતા અધિકારીઓ પણ ચોંકી ગયા છે તેમની પાસેથી યુદ્ધના આદેશ સંબંધી દસ્તાવેજ યુદ્ધની તૈયારીઓ દસ્તાવેજ કાશ્મીરમાં વાયુદળ લડાયક વિમાનોની તૈનાતી સાથે સંકળાયેલા દસ્તાવેજો મળ્યા હતા. 
 
હાલમાં દિલ્હી પોલીસે અને ગુપ્તચર વિભાગની ટીમ બન્ને એજંટોની પૂછપરછ કરી રહી છે પોલીસને આશા છે કે આ જાસૂસો પાસેથી હજી પણ ઘણી મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે.